શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પુજા મહોત્સવનું આયોજન

રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પુજા મહોત્સવનું આયોજન

1100 રઘુવંશી યુવાનો સાથે શસ્ત્ર પુજન યોજાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આગેવાનોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: રઘુવંશી યુવા શક્તિ સંધ દ્વારા 12 ઓક્ટોબર શનિવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના પવિત્ર દિવસ નિમિત્તે રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજના લોકો માટે ભવ્ય સમુહ શસ્ત્ર પુજન મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન આ વર્ષે “વીર રાણા જશરાજજી મેદાન એટલે કે રાજકોટ મહાનગરપાલિકાના ટી.પી.પ્લોટ, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમની બાજુમાં, રૈયા રોડ ખાતે બોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી કરવામાં આવેલ છે. રઘુવંશી યુવા શક્તિ સંઘના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી.રઘુવંશીએ વધુ જણાવતા કહ્યું હતું કે, રઘુવંશી સમાજ એ પ્રાચીન ક્ષત્રિય સમાજ છે કે જેઓ અખંડ ભારતના સરહદી વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા થતા આક્રમણો સામે પોતાના પ્રાણોની આહુતિ આપી છે એમાંનો એક નાનો કિસ્સો કે જે આજ પણ હિન્દુ ધર્મના તમામ લોકો માને છે, જ્યારે કચ્છના રાજવી રાજા રાયધને મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને ભુજના મહેલ પર આક્રમણ કર્યું હતું. ત્યારે ત્યાંના મહારાણીએ રઘુવંશી મેઘજી શેઠને સંદેશો મોકલી રક્ષા કરવાનું જણાવ્યું હતું. ત્યારે 900 ઘોડેસવાર લઇને રઘુવંશી વીરે રક્ષા કરી હતી. આ પ્રકારે અનેક બહાદુરીના કિસ્સાઓ રઘુવંશી સમાજ તેના ઇતિહાસમાં ધરાવે છે. આ વર્ષે રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા 1100 રઘુવંશી યુવાનો સાાથે ઐતિહાસિક શસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી સમાજ અને હિન્દુ ધર્મની ધણી મહાન હસ્તીઓ હાજર રહેવાની છે. જેમાં ગુજરાત રાજ્યના ભુતપુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના હોદેદારો કે.ડી.રઘુવંશી, કુલદીપ રઘુવંશી, પાર્થ જોબનપુત્રા, જયભારત ધામેચા, પ્રતીક રાછ (મોરબી), રક્ષિત પુજારા (મોરબી), પ્રિન્સ રૂપારેલીયા (અમદાવાદ), ઓમ કટારીયા (જામનગર), રાજ ચોટાઇ (જેતપુર) તેમજ સંયોજક બીરેન જોબનપુત્રા, કિશન ઉનડકટ, પાર્થ નથવાણી, મીહિર સોમૈયા, હાર્દિક કારીયા, દર્શિત જીવરાજાની તેમજ સભ્ય ભુમિતભાઇ રાજાણી તથા કેયુર કોટક વગેરે લોકો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહિતી માટે કાર્યાલયના નં.99133 60370 પર સંપર્ક કરવો તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં આયોજકોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર