શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટએડવોકેટ કલ્પેશ નસીતની ઓફિસનો રવિવારથી પ્રારંભ

એડવોકેટ કલ્પેશ નસીતની ઓફિસનો રવિવારથી પ્રારંભ

પુર્વ મુખ્યમંત્રી, મેયર, સંસદ સભ્યો, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં માહિતી આપતા એડવોકેટ

(આઝાદ સંદેશ),રાજકોટ : રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના સભ્ય સ્વ.અભય ભારદ્વાજના વર્ષો સુધી સાથે જોડાયેલ સાથીદાર એવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન તથા બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર, પુર્વ પ્રદેશ ભાજપ લીગલ સેલના સહક્ધવીનર અને પુર્વ ભાજપના કોર્પોરેટર, વકીલોના નેતા એવા દિલીપ પટેલ સ્વ.અભય ભારદ્વાજના સાથીદાર અને જુનીયર કલ્પેશ નસીત દ્વારા રવિવારે સવારે 9-30 કલાકે ધ સીટી સેન્ટર ઓફીસ નં.417 અને 418 (જુનુ આમ્રપાલી સિનેમા), રૈયા રોડ, રાજકોટ ખાતે ભવ્ય ઉદ્ધાટન રાખેલ છે. આ ભવ્ય ઉદ્ધાટન પ્રસંગે ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી મેયર, સંસદ સભ્યો, ધારાસભ્યો, કોર્પોરેટરો, જીલ્લા પંચાયતના પદાધિકારીઓ તથા લેઉવા પટેલ ખોડલધામ સમાજના શ્રેષ્ઠી નરેશભાઇ પટેલ તથા પટેલોની વિવિધ સંસ્થાના હોદેદારો અને રાજકોટના નામાંકિત વેપારી અને શ્રેષ્ઠીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોર્ટના એ.જી.પી.ઓ તથા ટ્રાયલ કોર્ટના સરકારી વકીલોને પણ અગ્રણી ધારાશાસ્ત્રી દિલીપ પટેલ અને કલ્પેશ નસીત દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. ધારાશાસ્ત્રી દિલીપ પટેલ અને કલ્પેશ નસીતે જુના ભાજપના કાર્યકર્તાઓ, જુના ભાજપના હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ ઇન્ચાર્જ, વોર્ડ પ્રમુખો, જુના ધારાસભ્યો, સાંસદ સભ્યો સહીતના જેમણે પણ ભારતીય જનતા પાર્ટીમાં યોગદાન આપેલ છે તે તમામ શ્રેષ્ઠીને યાદ કરી આમંત્રણ પાઠવેલ છે. આ ઉપરાંત અન્ય પક્ષે કોંગ્રેસ સહીતના સાથે જોડાયેલ સમાજ શ્રેષ્ઠીઓને પણ ઉદ્ધાટન પ્રસંગનું આમંત્રણ પાઠવેલ છે. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં ધારાશાસ્ત્રી દિલીપ પટેલ અને કલ્પેશ નસીતે જણાવેલ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર