શનિવાર, ડિસેમ્બર 21, 2024

ઈ-પેપર

શનિવાર, ડિસેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છયાત્રાધામ વીરપુરમાં અખિલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન યોજાયું

યાત્રાધામ વીરપુરમાં અખિલ ગુજરાત રઘુવંશી લોહાણા સમાજનું મહાસંમેલન યોજાયું

અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિયુક્ત પ્રમુખની તાજપોશી જીતુભાઈ લાલના શિરે

(આઝાદ સંદેશ), રાજકોટ : વિરપુરમાં રઘુવંશી લોહાણા સમાજના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તેમજ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને અબડાસાના પુર્વ ધારાસભ્ય નિમાબેન આચાર્ય તથા પૂર્વ મેયર ગીરીશ કોટેચા સહિતના રઘુવંશી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના નવ નિર્વાચીત અધ્યક્ષનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, આ સંમેલનની શરૂઆતમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારના રસિકરામ બાપાએ દીપપ્રાગટ્ય કરીને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ જીતુભાઇ લાલે ગુજરાત લોહાણા સમાજનું પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું, નવનિયુક્ત પ્રમુખ જીતુભાઇ લાલએ પૂજ્ય જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકરામ બાપાના આશિર્વાદ લીધા હતા. આ મહા સંમેલનમાં 115 મહાજનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા, લોહાણા સમાજના મહા સંમેલનમાં જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તેમજ રઘૂવંશી સમાજના વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, અબડાસાના પૂર્વ ધારાસભ્ય નીમાબેન આચાર્ય અને જૂનાગઢના પૂર્વ મેયર ગિરીશ કોટેચા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ તકે ગિરીશભાઈ કોટેચાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે લોહાણા સમાજની વસ્તી વધુ હોઈ ત્યાં ટિકિટ આપવી જોઈએ પહેલા લોહાણા સમાજના 6 ધારાસભ્ય હતા અત્યારે હાલ એક જ ધારાસભ્ય છે ત્યારે દરેક સમાજની સાથે લોહાણા સમાજ સાથે હોઈ ત્યારે ધારાસભ્યની ચૂંટણી જીતવી સહેલી થઈ જાય છે ત્યારે બધી સીટ ઉપર ટિકિટ નથી જોતી પણ જ્યાં વધુ લોહાણા સમાજની વસ્તી હોઈ ત્યાં ટિકિટની આશા હોઈ છે,રાજકોટમાં લોહાણા સમાજની બે લાખ લોકોની વસ્તી છે ત્યાં ટિકિટની આશા રાખી શકાય તેમ પૂર્વ મેયર ગિરીશ કોટેચા જણાવ્યું હતું, ત્યારે બીજી તરફ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢના સેવાના ભેખ ધારી મહેન્દ્ર મશરૂએ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખ જીતુભાઇ લાલને લોહાણા સમાજના પ્રમુખ બનવા બદલ અભિનંદન આપ્યા હતા. આ તકે ગુજરાત લોહાણા સમાજના નિમાયેલા પ્રમુખ જીતુભાઇ લાલ ભાવુક થઈ ગયેલ અને જણાવેલ કે અત્યારે હાલમાં લોહાણા સમાજની બે સંસ્થા ચાલે છે જે આવનાર સમયમાં લોહાણા સમાજના યુવાનો આગળ વધે અને હાલમાં લોહાણા સમાજના ત્રણસોથી વધુ યુવાનો વડીલો ઉચ્ચ હોદા ઉપર બિરાજમાન છે ત્યારે આવનાર સમયમાં જે અખિલ સમાજ લોહાણા સમાજ અને અખિલ સમાજ લોહાણા ટ્રસ્ટ એમ બે સંસ્થા છે એ કાયદાકીય રીતે અને પરિસ્થિતિ જોઈ તેને એક્ટિવ કરવામાં આવશે અથવા તો નવી સંસ્થા બનાવવામાં આવશે અને નવું બધાંરણ બનાવવામાં આવશે એનો આજે ઠરાવ કરવામાં આવ્યો છે અને ગુજરાત ભરના મહાજનો અને સમાજને વિનંતી કે એક નેતૃત્વ આપો અને જ્યાં જરૂર પડે ત્યાં જગ્યા કરી આપો અને આપણી વિશ્ર્વની સંસ્થા સાથે સમાજને જોડવાનો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર