(આઝાદ સંદેશ),રાજકોટ: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રીક્ષા ચાલક લુટેરી દુલ્હન અને તેની ગેંગના જાળમાં ફસાયો છે અને લગ્નની લાલચે રૂા.4.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે આ મામલો પોલીસ મથકમાં લઇ જવાયો છે અને પોલીસે લુટેરી દુલ્હન સહીત ચાર શખસો સામે ગુનો નોંઘ્યો છે. મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરતા ચેતન સિંઘાભાઇ મકવાણા (ઉ.30) રીક્ષા ચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી 4.60 લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લુંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં રહેતી નયનાબેન ટાંક ઉપરાંત દલાલની ભુમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઇ ગમારા તથા ક્ધયાના ભાઇની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાનાભાઇ બાંભવા તથા દુદાભાઇ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદની રીક્ષા ચાલક ચેતનભાઇ તથા તેના પિતા સિંધાભાઇ સાથે લગ્ન બાબતે કર્યો હતો અને નયનાબેન ટાંક કે જેણે અગાઉ કલ્યાણપુર લગ્ન કર્યા હતા અને તેનું છુટુ થઇ ગયા પછી બીજા લગ્ન કરાવી આપવા માટે વાતચીત કર્યા પછી કટકે ચાર લાખ 60 હજાર પડાવી લીધા હતા ત્યારબાદ એક ધાર્મિક સ્થળે બંન્નેની હાર તોરા વિધી કરાવી હતી તેમજ સાદા કાગળમાં વકીલની હાજરીમાં લખાણ પણ કરાવ્યું હતું અને નયના ટ ાંક થોડો સમય માટે ફરિયાદી ચેતનભાઇના ઘેર રહેવા માટે ગઇ હતી પરંતુ પોતાને ગમતું નથી તેમ કહી ત્યાંથી પરત ચાલી ગઇ હતી અને તેને ફરીથી બોલાવવા માટેના પ્રયત્નો કરવા છતાં પોતે આવેલા નથી અને નાણા પરત આપવાની માગણી કરતા ચારેયએ ઇન્કાર કર્યો હોવાથી આખરે આ મામલો કાલાવડ પોલીસ મથકમાં લઇ જવાયો છે અને કાલાવડ ટાઉન પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.