ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજેતપુરમાં પોલીસ મથક સામે જ મોડી રાતે જૂનાગઢના ચાર કુખ્યાત શખસોએ જાહેરમાં...

જેતપુરમાં પોલીસ મથક સામે જ મોડી રાતે જૂનાગઢના ચાર કુખ્યાત શખસોએ જાહેરમાં ગાળાગાળી કરતા ધરપકડ

(આઝાદ સંદેશ), રાજકોટ : જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં રહેલ આરોપીને મળવા નહીં દેતા જાહેર રોડ ઉપર અપશબ્દો બોલી, જાહેર સુલેહ શાંતિનો ભંગ કરી, ભયનો માહોલ ઉભો કરનાર ગુનાહિત ઇતીહાસ ધરાવતા જૂનાગઢના ચાર શખ્સ વિરૂધ્ધ જેતપુર સિટી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેમની ધરપકડ કરી હતી.
આ પ્રકરણમાં પોલીસે (1) જીતેન્દ્ર કાંતિ સોંદરવા રહે. ધરાનગર, ખોડીયાર ગરબી ચોક, જુનાગઢ (2) પરેશ ઉર્ફે જાડો ભરત સોંદરવા, રહે. વેલનાથ શેરી, કડીયાવાડ, જુનાગઢ (3) મીત જગદીશ સોંદરવા, રહે. લક્ષ્મીનગર-02, આલ્ફા સ્કુલની પાસે, મોતીબાગ, જુનાગઢ અને (4) માનવ મંગલસિંગ ગોહેલ (રહે. બ્લોક નં.203, વસુંધરા એપાર્ટમેન્ટ, વાવડી ગામ, રાજકોટ)ની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.
પોલીસે નોંધેલી ફરિયાદ મુજબ જેતપુર સિટી પીઆઇ એ.ડી. પરમાર પેટ્રોલિંગ કરી રાતે 11.30 વાગ્યાં આસપાસ પોતાની ટીમ સાથે પોલીસ સ્ટેશન ખાતે આવતા હતા. તે વખતે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના ગેઇટ પાસે જ જાહેર રોડ પર જીજે -03- એન એફ -7857 નંબરની કાર રાહદારીને અડચણ થાય તે રીતે પડી હતી. તપાસ કરતા જાણવા મળેલ કે, ચાર શખ્સ રાત્રીના સમયે જુનાગઢથી આવેલ છે. તેઓ જેતપુર સિટી પોલીસ સ્ટેશનના લોકઅપમાં રહેલ આરોપીને મળવાની ખોટી જીદ કરે છે. પરંતુ પોલીસ મથકના મહિલા પોલીસ સ્ટેશન ઓફીસરએ આવી મુલાકાત નહીં કરવા દેતા આ ચારેય અર્ધો કલાકથી પોલીસ સ્ટેશનના મુખ્ય ગેઇટની સામે કાર પાર્ક કરી જાહેરમાં અપશબ્દો બોલે છે.
પીઆઇ આવતા આરોપીઓ જોર જોરથી બોલવા લાગેલ કે અમારા મિત્ર પ્રતાપસિંહને તમે કેમ છોડતા નથી. પોલીસ દ્વારા તેઓને સમજાવી, જતા રહેવા કહેતા, તેઓ ગયેલ નહી. અને અસભ્ય વર્તન ચાલુ રાખેલ. ચારેય શખ્સ દ્વારા ભયનો માહોલ ઉભો કરાતા પીઆઇએ તુરંત અન્ય પોલીસ કર્મીઓને બોલાવી લીધા હતા. જરૂરી પોલીસ ફોર્સ આવી જતા બળ પ્રયોગ કરી ચારેયને પોલીસ મથકમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આરોપી પૈકી પરેશ ઉર્ફે જાડા સામે હત્યા પ્રયાસ, મારામારી, વ્યાજખોરી, દારૂ, આર્મ્સ એક્ટ, રાયોટિંગ સહિતના 20 ગુના જૂનાગઢ પોલીસમાં નોંધાયેલ છે. આરોપી જીતેન્દ્ર સામે મારામારી અને રાયોટિંગનો એક ગુનો જૂનાગઢ પોલીસમાં નોંધાયેલ છે. આરોપી મિત સામે દુષ્કર્મ, અપહરણ, મારામારી, વગેરે કલમો સાથેના 3 ગુના જૂનાગઢ પોલીસમાં નોંધાયેલ છે. માનવ સામે રાજકોટમાં એક ગુનો નોંધાયેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર