ગુરુવાર, નવેમ્બર 14, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 14, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છજામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ સંચાલિત જુગારધામ પર દરોડો: પાંચ શખ્સો ઝબ્બે

જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ સંચાલિત જુગારધામ પર દરોડો: પાંચ શખ્સો ઝબ્બે

વાડી માલીક ફરાર : રૂા.7 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

(આઝાદ સંદેશ), જામનગર : જામજોધપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ સંચાલિત જુગારધામ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.7 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન નાસી છુટેલા રાજકીય આગેવાન અને વાડી માલીક દેવા ભીમા પાતાને ઝબ્બે કરવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વાડી માલીક તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રમાતા જુગાર સ્થળે સ્થાનિક પોલીસે ત્રાટકીને પાંચ શખ્સોને રૂા.7 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે નાસી ગયેલા વાડી માલિક અને રાજકીય આગેવાનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ દરોડા દરમિયાન મુળુ કાના જાડેજા, ગુલમામદ રાવકરડા, હિતેશ મનસુખ જોશી, ભાવિનકુમાર મથુરાદાસ ઉદેશી અને કાયાભાઈ ભોજા મુંગાણિયા નામના પાંચ શખ્સોને તીનપતિનો જુગાર રમતા રૂા.1,90,000ની રોકડ રકમ અને રૂા.18000ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન તથા રૂા.5 લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.7,08,000ના મુદામાલ સાથે ઝડપાયેલ છે. દરોડા પૂર્વે વાડી માલિક દેવા ભીમા પાતા નાસી ગયા હતા. તેને ઝબ્બે કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર