મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની સ્ટાર ઇન્ડિયા વચ્ચેની ડીલ પૂરી થઇ ગઇ છે. આ સાથે જ મુકેશ અંબાણીએ હવે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરીને સ્ટાર ઇન્ડિયામાં નવા પ્રાણ ફૂંકવાની યોજના બનાવી છે. વાંચો તેના વિશે…
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ડિઝની સ્ટાર ઇન્ડિયાએ 70,000 કરોડ રૂપિયાની ડીલ પૂરી કરી છે. આ સાથે વાયકોમ 18 અને સ્ટાર ઇન્ડિયાને જોડીને એક નવી કંપની બહાર આવવા જઇ રહી છે. આ દરમિયાન મુકેશ અંબાણીએ સ્ટાર ઇન્ડિયાને પુનર્જીવિત કરવા માટે હજારો કરોડ રૂપિયાનો પ્લાન બનાવ્યો છે.
રિલાયન્સ-ડિઝની ડીલને પૂર્ણ થવામાં ઘણો સમય લાગ્યો હતો. સીસીઆઈની ફરિયાદોને દૂર કર્યા બાદ આ વર્ષે ડીલને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જોકે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.
મુકેશ અંબાણીનો 11,500 કરોડ રૂપિયાનો પ્લાન
ત્રણેય કંપનીઓ વચ્ચે મર્જરનો સોદો. આ મુજબ સ્ટાર ઈન્ડિયાની કિંમત 26 હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જ્યારે વાયકોમ 18ની કિંમત 33,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. તેમના મર્જર બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નવી બનેલી કંપનીમાં 11,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
આ રોકાણથી સ્ટાર ઇન્ડિયા અને વાયકોમ18ની તમામ ટીવી ચેનલો અને સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને લાભ થશે. હાલમાં સ્ટાર ઇન્ડિયા 77 ટીવી ચેનલોનું સંચાલન કરે છે. આ સાથે તેની પાસે ડિઝની + હોટસ્ટાર નામનું ઓટીટી પ્લેટફોર્મ પણ છે.
આ પણ જુઓ: શું હવે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? ઝેલેન્સકી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિન સાથે વાત કરી