ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છગોંડલના બિલિયાળા ગામે ખેડૂતના મકાનમાંથી 15 તોલા સોનાના દાગીના અને એક લાખ...

ગોંડલના બિલિયાળા ગામે ખેડૂતના મકાનમાંથી 15 તોલા સોનાના દાગીના અને એક લાખ રોકડની ચોરી

(આઝાદ સંદેશ), રાજકોટ : ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે ખેડૂતના મકાનમાંથી 15 તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ છે. રાત્રે પરિવાર મકાનના ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. લાખોની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂ. 1.10 લાખની રોકડ ચોરી થઈ છે. ગોંડલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, બીલીયાળા ગામે પ્લોટ વિસ્તાર શિવ પાનવાળી શેરીમાં રહેતા કિશોરભાઈ નાગજીભાઈ ડોબરીયા (ઉ.વ.46)એ જણાવ્યું કે, હું ખેતીકામ કરું છું. મારે સંતાનમા એક દિકરો છે. ગઇ તા.3/11/2024 ના રોજ રાત્રીના દશેક વાગ્યે હું તથા મારી પત્ની તથા મારો દિકરો એમ બધા વાળુ પાણી કરીને અમારા ઘરે ઉપરના માળે સુવા માટે જતા રહેલ હતા. બારેક વાગ્યે અમે બધા સુઇ ગયેલ હોય તા.4/11 ના સવારના સાતેક વાગ્યાના વખતે અમો ઉઠી નીચે આવેલ હતા. ત્યારે અમારા નીચેના ચોથા નંબરના રૂમ જેમાં અમો અમારી તમામ સોનાની વસ્તુ તથા પૈસા રાખતા તે રૂમ ખુલ્લો હોય અને અમો રૂમમાં જઇ જોતા રૂમમાં રાખેલ તિજોરી જોતા તેમાં રાખેલ સામાન વેર-વિખેર હોય અને અંદરના લોકર તુટી ગયેલ જોવા મળ્યા હતા. જેથી અમે અમારી આજુબાજુના પાડોશના માણસો તથા સરપંચને બોલાવેલ અને ત્યારબાદ આ બધા લોકોની હાજરીમાં અમારી તિજોરીમાં જોતા તિજોરીમાં રાખેલ સોનાની વસ્તુઓ જેમા (1) સોનાની બુટી એક તોલા. (2) સોનાનો હાર જેનો વજન ચાર તોલુ,(3) સોનાનો ચેઇન જેનો વજન ત્રણ તોલુ, (4) સોનાના પાટલા બંગડી જેવા આવે છે તે જેનો વજન બે તોલુ, (5) સોનાની બે વિંટી જેનો વજન છ ગ્રામ (6) સોનાના ત્રણ પેડલ જેનો વજન ત્રણ ગ્રામ (7) ચાંદીના સાંકળા 200 ગ્રામ (8) ચાંદીનો કંદોરો 200 ગ્રામ (9) ચાંદીની કડલી બે નંગ અને રોકડ રૂ.1,10,000/- કોઈ અજાણ્યા ઇસમો રાત્રીના ઘરમા પ્રવેશ કરી અમારા ચોથા નંબરના રૂમમાં રાખેલ તિજોરી તોડી લોકરમાં રાખેલ હતા. આ સોના/ચાંદીના દાગીના મારા પિતાએ આશરે 35 વર્ષ પહેલા કરાવેલ હોય જેથી તેના બીલ અમારી પાસે નથી જેની ચોરી થયેલી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર