સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ, પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ચિંતન કરશે : મુખ્યમંત્રીની ખાસ ઉપસ્થિતિ
(આઝાદ સંદેશ), રાજકોટ : આગામી તા. 21, 22 અને 23 નવેમ્બરના રોજ સોમનાથ ખાતે આઇએએસ અધિકારીઓની ચિંતન શિબિર યોજાનાર છે. ત્રણ દિવસ દરમિયાન સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યના પદાધિકારીઓ, મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. દરેક જિલ્લામાંથી કલેકટર અને ડીડીઓ ચિંતન શિબિરમાં જોડાશે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ગુરૂવારે વહેલી સવારે ચિંતન શિબિરમાં જવા રવાના થશે. રાજકોટ જિલ્લામાં પ્રવાસનને વેગ મળે તે હેતુથી ફરવાલાયક સ્થળો અને ભવિષ્યમાં તેના ડેવલપમેન્ટથી પ્રવાસીઓને ફાયદો થશે. હેરિટેઝ સ્થળો, સ્મારકોની જાળવણી, ઘેલાસોમનાથ, ખંભાલીડાની ગુફાઓ સહિતના સ્થળોનો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે જ છે બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા રાજકોટ જિલ્લાનો પ્રવાસનને વેગ મળે તે હેતુથી દર મહિને મળતી બેઠકોમાં વિસ્તૃત ચર્ચા કરી કયાંયપણ ચાલતી કામગીરી બાબતે ફોલોઅપ લેતા હોય છે. રાજકોટના ઐતિહાસિક જામટાવર તેમજ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ક.બા. ગાંધીનો ડેલો ઉપરાંત જિલ્લામાં અનેક ફરવાલાયક સ્થળોના પ્રોજેકટ ચિંતન શિબિરમાં રજૂ કરાશે.