ગુરુવાર, નવેમ્બર 21, 2024

ઈ-પેપર

ગુરુવાર, નવેમ્બર 21, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છઘાતક હથિયારો સાથે ઝડપાયેલા ગેંગસ્ટર ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર, અન્ય ત્રણ સહિતનાઓ...

ઘાતક હથિયારો સાથે ઝડપાયેલા ગેંગસ્ટર ભીમા દુલાના રિમાન્ડ નામંજૂર, અન્ય ત્રણ સહિતનાઓ સાથે જેલહવાલે

(આઝાદ સંદેશ), રાજકોટ : પોરબંદરમાં પોલીસે આદિત્યાણા નજીક બોરિચા ગામથી કુખ્યાત ગેંગગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા સહિત ચાર શખ્સોની વહેલી સવારે ધરપકડ કરી હતી. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટા પોલીસ કાફલા સાથે પોલીસે ઓપરેશન પાર પાડ્યુ હતું. ભીમા દુલા ઓડેદરા ધરપકડની સાથે પોલીસે હથિયારો અને રોકડ પણ કબ્જે કરી હતી. દરોડા દરમિયાન પોલીસને 70 જેટલા હથિયારોનો મોટો જથ્થો અને રૂ.50 લાખથી વધુની રકમ પણ જપ્ત કરાઈ છે. દરમિયાન ભીમા દુલા ઓડેદરા સહિત આ તમામને કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી તમામને જેલ હવાલે કરી દીધા છે. ભીમા દુલા ઓડેદરાની પોલીસે ધરપકડ કરતા ભાજપ-કોંગ્રેસના રાજકીય આગેવાનો એસપી કચેરીએ દોડી ગયા હતા. ભીમા દુલા અને પોરબંદર ભાજપના મોટા નેતા, પૂર્વ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારમાં મંત્રી રહી ચૂકેલા બાબુ બોખીરિયા કુટુંબીક સાળા બનેવી થાય છે. તો પહેલા કોંગ્રેસમાં રહેલા અને હવે ભાજપમાં જોડાઈને ફરી ધારાસભ્ય બનેલા અર્જુન મોઢવાડીયાના મુખ્ય ટેકેદાર મુળું મોઢવાડીયાની હત્યા કેસમાં ભીમા દુલા સંડોવાયેલો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ બંને નેતાઓ એસપી કચેરી દોડી ગયા હતા. જો કે મીડિયાને જાણ થતા બંને મહાનુભાવો તાત્કાલિક એસપી કચેરી બહાર નીકળી ગયા હતા. પોરબંદર નજીકના બોરિચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જે મામલે અજાણ્યા ત્રણ શખસો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જોકે ત્યારબાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ભીમા દુલાની વાડી (ફાર્મ હાઉસ) પર સવારે પાંચ વાગ્યે ઉતારવામાં આવ્યા હતા. જ્યાંથી ભીમા દુલા સહિત ચાર શખસોની ધરપકડ કરીને પૂછપરછ માટે પોરબંદર લવાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર