શુક્રવાર, નવેમ્બર 22, 2024

ઈ-પેપર

શુક્રવાર, નવેમ્બર 22, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છપડધરીના ખાખડાબેલા ગામે પત્નીને મરવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો

પડધરીના ખાખડાબેલા ગામે પત્નીને મરવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતા અરુણાબા વીરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.35) નામની પરિણીતાએ તા. 12ના રોજ પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે તપાસ કરતાં તેના પતિ સહિતના સાસરીયાંઓએ માનસિક બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું. જ્યારે અરુણાબાના પરિવારજનોએ પતિ મારકૂટ કરી ત્રાસ આપતો હોવાની ફરિયાદ કરતા પોલીસે મહિલાને મરવા મજબૂર કર્યા સહિતનો ગુનો કાર્યવાડી નોંધી કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, પડધરીના ખાખડાબેલામાં દસ દિવસ પૂર્વે અરૂણાબા વિરેન્દ્રસિંહ જાડેજા (ઉં. 35) નામની પરિણિતાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવથી ગામમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે હવે ભાવનગરના તળાજા નજીક આવેલા જુના સાંગાણા ગામે રહેતા મૃતકના ભાઈ શિવભદ્રસિંહ સરવૈયાએ પડધરી પોલીસ મથકે પોતાના બનેવી સામે એફઆઈઆર નોંધાવતા આક્ષેપો કર્યાં છે. જે મુજબ પુત્રીના જન્મ બાદ પતિ ત્રાસ આપતો, હોવાથી કંટાળીને અરુણાબાએ આપઘાત કર્યો હતો. પોલીસે આરોપી પતિ વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની ધરપકડની તજવીજ કરી હતી.
ફરિયાદમાં શિવભદ્રસિંહ કિરીટસિંહ સરવૈયા (ઉં. 26)એ જણાવ્યા મુજબ તેઓ ખેતી કામ કરે છે અને તળાજા તાલુકાના જુના સાંગાણા ગામે રહે છે. 14 વર્ષ પહેલા તેમના બહેન અરૂણાબાના લગ્ન પડધરીના ખાખડાબેલા ગામે રહેતા વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા સાથે થયા હતા. અરુણાબાને 10 વર્ષ સુધી કોઈ સંતાન ન થતા પતિ અવાર નવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો.
લગ્નના 10 વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો. પરંતુ બાળક અધૂરા મહિને આવેલ હોવાથી મગજનો વિકાસ ઓછો હતો. ત્યારબાદ અરુણાબાએ દીકરીને જન્મ આપ્યો હતો. જોકે આરોપી પતિને દીકરો જોતો હોય જેથી અરૂણાબાને ખૂબ જ ત્રાસ આપવામાં આવેલ. આ ત્રાસ સહન ન થતા પોતાના ઘરે અરુણાબાએ ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. પડધરી પોલીસે શિવભદ્રસિંહ સરવૈયાની ફરિયાદ પરથી મરવા મજબુર કર્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપીની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર