બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છમહુવામાંથી રૂ.12 કરોડના વ્હેલ માછલીની એમ્બરગ્રીસ સાથે દાદા-પૌત્ર ઝડપાયા

મહુવામાંથી રૂ.12 કરોડના વ્હેલ માછલીની એમ્બરગ્રીસ સાથે દાદા-પૌત્ર ઝડપાયા

ઝડપાયેલો જથ્થો ચાઇનીઝ દવા અને અતર માટે આ વસ્તુ ખૂબજ ઉપયોગી

(આઝાદ સંદેશ), રાજકોટ : ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બે શખ્સો જેની કિંમત વિશ્વના બજારમાં કરોડો રૂપિયાની ગણાતી એવી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ઝડપાયા છે. પોલીસે આ બંન્ને દાદા-પૌત્ર પાસેથી 12 કરોડથી વધુની કિંમત ધરાવતી સ્પર્મ વ્હેલ માછલીના ઉલ્ટીના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા ના મહુવા ખાતે ભવાનીનગરમાં આવેલ શ્રી ચામુંડા ડાયવર્કસ નામના કારખાનમાં જયદિપ મગનભાઇ શિયાળ (રહે. ચામુંડા સોસાયટી, તુલશી સોસાયટી, મહુવા), રામજીભાઇ રાહાભાઇ શિયાળ (રહે. વિજળીબારૂ પાસે, ગઢડા, તા. મહુવા) આ બંન્ને શખ્સો કારખાનામાં સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટીનો જથ્થો વેચાણ અર્થે છુપાવી રાખ્યાની મહુવા પોલીસના એ.એસ.પી. અંશુલ જૈનને બાતમી મળતા પોલીસે તપાસ હાથ ધરતા ઘટના સ્થળેથી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) 12.030 કિ.ગ્રા. કિ.રૂા. 12,00,33,000 (બાર કરોડ તેંત્રીસ હજારની) કિંમતનો જથ્થો મળી આવતા દાદા રામજીભાઇ શિયાળ તેમજ પૌત્ર જયદીપ શિયાળની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વન્ય વિભાગ દ્વારા બન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધાશે. જાણવા મળ્યા મુજબ એમ્બરગ્રીસ એ સ્પર્મ વ્હેલના આંતરડામાં બનેલો મીણ વાળો પદાર્થ છે અને તે અત્તર તથા ચાઇનીઝ દવામાં બનાવવામાં વપરાતું અત્યંત મુલ્યવાન પદાર્થ છે. જે વ્હેલ માછલીના શરીરમાંથી મળે છે.સ્પર્મ વ્હેલ માછલી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન 1972 હેઠળ પકડવી, મારવી તે સહિતની પ્રવૃત્તિમાં સજાની થાય છે. તેને લઇને વન્ય વિભાગ દ્વારા દરિયામાં કાનુની ગતિવિધી રોકવા પેટ્રોલીંગ કરાય છે. પરંતુ હાલ શેત્રુંજી વન્ય વિભાગ ઊંઘતું ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે. શેત્રુંજી વિભાગના જયંત પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમ મહિનામાં એક વખત કોસ્ટગાર્ડ સાથે પેટ્રોલીંગ કરે છે. હાલ બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર