બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસુરેન્દ્રનગરમાં કારની ખોવાયેલી ચાવી બાબતે રાજકોટના પોલીસ કર્મચારી ઉપર હુમલો : કારમાં...

સુરેન્દ્રનગરમાં કારની ખોવાયેલી ચાવી બાબતે રાજકોટના પોલીસ કર્મચારી ઉપર હુમલો : કારમાં પણ નુકસાન

સિટી-એ ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ સિંધવની ફરિયાદના આધારે બે શખસો સામે ગુનો નોંધાયો

(આઝાદ સંદેશ),રાજકોટ: સુરેન્દ્રનગર શહેરમાં નજીવી બાબતે બોલાચાલી તેમજ મારામારીના બનાવો વધી રહ્યા છે ત્યારે વઢવાણ 60 ફુટ રોડ પર આવેલ લો કોલેજ સામે રાજકોટ સીટી એ ડિવીઝનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને કારની ચાવી બાબતે પુછપરછ કરતા બે શખસોએ ધોકા તેમજ લોખંડના પાઇપ વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડયાની તેમજ કારને નુકસાન અંગેની ફરિયાદ ભોગ બનનાર પોલીસ કોન્સ્ટેબલે બી ડિવીઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ વઢવાણ 80 ફુટ રોડ પર ભક્તિનંદન સર્કલ પાસે રહેતા અને રાજકોટ સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ફરિયાદી ક્રિપાલસિંહ ભગવાનસિંહ સિંઘવ તેમના મીત્ર પરેશભઇ સોલંકી રહે.રાજકોટવાળાને સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ખાતે પોતાની કાર લઇને લેવા આવ્યા હતા અને ત્યાંથી મીત્ર સાથે પરત જઇ રહ્યા હતા ત્યારે વઢવાણ 60 ફુટ રોડ પર લો કોલેજ સામે ચોકડી ગામના શખસ ઋતુરાજ રબારીનું ગેસ્ટ હાઉસમાં મીત્ર પરેશભાઇને રોકાવાનું હોય ત્યાં રૂમ માટે ગયા હતા અને ત્યાંથી રૂમનું નક્કી કરી ફરિયાદી પરત ગેસ્ટહાઉસથી નીચે આવતા પોતાની કારની ચાવી નહીં મળતા ફરી ગેસ્ટહાઉસમાં ગયા હતા. જ્યાં હાજર પ્રદીપભાઇ ભરવાડ રહે.ચોકડીવાળાને ખોવાઇ ગયેલ ચાવી બાબતે પુછતા ફરિયાદીને ગાળો આપી હતી તેમજ લાકડાના ધોકા વડે માથાના તેમજ શરીરના ભાગે માર માર્યો હતો અને અન્ય શખસ ઋતુરાજ રબારીને બોલાવી એકસંપ થઇ લોખંડના પાઇપ વડે પગના, માથાના તેમજ ઢીંચણના ભાગે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરિયાદીના કારના કાચ તોડી બોનટ પર ઘા ઝીંકી નુક્શાન પહોંચાડયું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર