બુધવાર, ડિસેમ્બર 4, 2024

ઈ-પેપર

બુધવાર, ડિસેમ્બર 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છનવી કાર લખાવવા જતા સાળા-બનેવીના બાઇકને ઇકોએ હડફેટે લેતા બંનેના મોત

નવી કાર લખાવવા જતા સાળા-બનેવીના બાઇકને ઇકોએ હડફેટે લેતા બંનેના મોત

(આઝાદ સંદેશ), જામનગર : જામનગર જિલ્લામાં વધુ એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો છે. જામનગરની ભાગોળે આવેલ ઠેબા નજીકની આઇઓસી કંપનીની સાઇટની સામે બાઇક અને ઇકો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાલાવડના સાળા-બનેવીને કાળ ભરખી જતા પરિવારજનોમાં કરૂણકલ્પાંત ફેલાયો છે. સાળા-બનેવી નવી કાર લખાવા આવતા હતા આ દરમ્યાન કાળ બનીને ત્રાટકેલ ઇકો કારે ઠોકરે લેતા બંન્નેના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, કાલાવડ ખાતે કૈલાશનગરમાં રહેતા લક્ષ્મીકાંતભાઇ ભુદરભાઇ સોંડાગર અને કાલાવડ તાલુકાના વોડીસંગમાં રહેતા રાજેશભાઇ રતિલાલભાઇ ગંગાજળીયા નામના બંન્ને સાળા-બનેવી ગઇકાલે બપોર બાદ કાલાવડથી જામનગર આવતા હતા. બંન્ને બાઇક મારફતે જામનગર આવતા હતા. આ વેળાએ જામનગરના ઠેબા ચોકડી નજીક આઇઓસી કંપનીની સાઇડની સામેના રોડ ઉપર ગંભીર અકસ્માત નડયો હતો. બાઇકને વાયુવેગે આવેલ જી.જે.10 બી.એચ.7235 નંબરની ઇકો કારે હડફેટે લીધી હતી. ઇકો કારની ઠોકરે બંન્ને યુવાનો ફૂટબોલની માફક ફંગોળાયા હતા અને માથાના તથા મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
જે ઇજા જીવલેણ સાબિત થતા સાળા લક્ષ્મીકાંતભાઇનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું તો બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલ રાજેશભાઇને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા કરૂણકલ્પાંત ફેલાયો છે. આ મામલે લક્ષ્મીકાંતભાઇના કાકા દિનેશભાઇ સોંડાગર અકસ્માત નિપજાવી નાશી ગયેલ ઇકોચાલક સામે ફરિયાદ નોંધાવતા પંચકોષી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ફરિયાદમાં જાહેર કરાયેલા અનુસાર નવી કાર લેવી હોવાથી કાર લખાવા જામનગર આવતા હતા આ દરમ્યાન કાળનો કોળીયો બની જતા અરેરાટી મચી ગઇ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર