રવિવાર, મે 5, 2024

ઈ-પેપર

રવિવાર, મે 5, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટયુવા સેના ટ્રસ્ટ દ્વારા તા.1લીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

યુવા સેના ટ્રસ્ટ દ્વારા તા.1લીથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

11 દીકરીઓના સમુહ લગ્નનું આયોજન ટુંક સમયમાં કરાશે : ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા આયોજકોએ આપી માહિતી

(આઝાદ સંદેશ),રાજકોટ: સેવા સંસ્થા યુવા સેના ટ્રસ્ટ રાજકોટ દ્વારા 11 દીકરીઓના સમુહ લગ્નનું આયોજન તથા સમુહ લગ્નના ફોમ વહેલા તે પહેલાના ધોરણે ભરવાનું શરૂ થઇ ગયેલ છે તથા સર્વ પિતૃ મોક્ષાર્થે આગામી તા.1-5 થી તા.7-5ના રોજ શ્રીજી હેરીટેઝની સામે શ્રી શ્રી રવિશંકર સ્કૂલ સામે, શિવ આરાધના સોસાયટી મેઇન રોડ, મારૂતિ ચોક, બીગબજાર પાછળ, રાજકોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સંગીતમય શૈલીમાં પ્રખર ભાગવત આચાર્ય શાસ્ત્રી પિયુષભાઇ (રાજકોટ)ના વ્યાસાસને આયોજન કરાયું છે. કથાના મુખ્ય પાવન પ્રસંગો તા.1થી સાંજે 3-30 કલાકે પોથીયાત્રા, તા.3-5ને શુક્રવારે નૃસિંહ પ્રાગટ્ય, તા.4-5ના રોજ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ તેમજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા.5-5ના રોજ ગોવર્ધનલીલા ચરિત્ર તથા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ અને તા.6-5ના રોજ તથા તા.7-5ના રોજ સુદામા ચરિત્ર અને પરિક્ષિત પ્રસંગોનું શાસ્ત્રી પિયુષભાઇજી સંગીતમય શૈલીમાં કથા શ્રવણ પાન ભાવિક ભક્તજનોને કરાવશે. રાજકોટ શહેરની ધર્મપ્રિય જનતાએ મુખ્ય પોથી યજમાન બનવા તેમજ સ્વજનોના પિતૃ મોક્ષાર્થે પાટલા યજમાન બનવા યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદયુમનસિંહ ઝાલા જાહેર અપીલ કરે છે. 11 દીકરીના સમુહ લગ્નમાં રોકડ રકમ કરિયાવરરૂપી વસ્તુ તેમજ કરિયાણાની વસ્તુઓ આવકાર્ય છે. યુવા સેના ટ્રસ્ટ, રાજકોટના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સેવા પાંખના સદસ્યો તથા બીગબજાર, અમરનાથ મહાદેવ મંદિર, શ્રીજી હેરીટેઝ, આજુબાજુ સોસાયટીવાળા ઉત્સાહભેર તડામાર તૈયારી કરી રહ્યા છે. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના પ્રમુખ મો.99133 10100 પર સંપર્ક કરવો. તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતે આવેલા પ્રદયુમનસિંહ ઝાલા, પિયુષભાઇ વ્યાસ, સોનલબેન વાછાણી, રમાબેન નિમાવત, તૃપ્તિબેન કુબાવત, કિશોરભાઇ વ્યાસ, કુલદીપસિંહ પરમારે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર