શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટ‘કોર્પોરેશનના વાહનો મોજ માટે નથી, કામ કરો’ ઓફિસરો સામે ચાબૂક ઉગામતા કમિશનર

‘કોર્પોરેશનના વાહનો મોજ માટે નથી, કામ કરો’ ઓફિસરો સામે ચાબૂક ઉગામતા કમિશનર

વોર્ડ ઓફિસરોથી માંડીને ઉચ્ચ અધિકારીઓને સવારે પોતાના વોર્ડ વિસ્તારમાં જઇને કામગીરી કરવા લેખિત હુકમ જારી ર્ક્યા સ્થળ મુલાકાતની તસવીરો અને લોકેશન ગૃપમાં અપલોડ કરી બાદમાં રિપોર્ટ પણ આપવો પડશે

(આઝાદ સંદેશ) રાજકોટ: ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે. ત્યારે, મહાનગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાની સાથોસાથ સ્વચ્છતા સર્વેક્ષણ-2024ના કામને અગ્રતા આપવા કમિશનર આનંદ પટેલે હવે વોર્ડ ઓફિસરોથી માંડીને અધિકારીઓ સામે ચાબૂક ઉગામ્યું છે. મહાનગર પાલિકાના ખર્ચે વાહન વાપરીને મોજ કરતાં અધિકારીઓને કમિશનરે સ્પષ્ટ કહી દીધું છે કે, સગવડતાં જોઇતી હોય તો પ્રજાને સુવિધા પણ આપવી પડશે. કોર્પોરેશનની કાર મોજ કરવા કે હરવા ફરવા માટે નથીે. કામ કરવા માટે છે. આ માટે તમામ વોર્ડ ઓફિસરોથી માંડીને અધિકારીઓએ સવારથી જ તેમના હસ્તકના વોર્ડ વિસ્તારોમાં જઇને કામ કરવું પડશે. અને સ્થળ મુલાકાતની તસવીરો અને લોકેશન મહાનગરપાલિકાના ઓફિસર્સ ગૃપમાં અપલોડ કરવા પડશેે. એટલું જ નહીં તેઓએ રિપોર્ટ પણ તૈયાર કરીને આપવો પડશે. રિપોર્ટ મુજબ કામગીરી થઇ છે કે નહીં તેની ત્રણેય ઝોનના ડે. કમિશનરો, આસિ. કમિશનરો સિટી ઇજનેરો કે ટીપીઓ જેવા અધિકારીઓ ક્રોસચેક કરશે. જો રિપોર્ટમાં કોઇ ખામી જણાશે તો પગલાં લેવાશે.
મ્યુનિસિપલ કમિશન આનંદ પટેલ સ્વચ્છતા સર્વેક્ષણ-2024 અને આગામી ચોમસાને ધ્યાને લઇને અધિકારીઓ સાથે સતત મિટીંગ કરીને પગલાં લઇ રહ્યા છે. શહેરના તમામ 18 વોર્ડના વોર્ડ ઓફિસરોની કામગીરી તેમના વોર્ડ વિસ્તારમાં જઇને લોકોની નાની મોટી સમસ્યા જાણવાની કે તકલીફો દુર કરવાની છે. પણ, માત્ર વોર્ડ ઓફિસરો જ નહીં પણ મહાનગરપાલિકાના અનેક અધિકારીઓ ફિલ્ડમાં જવાને બદલે મહાનગર પાલિકાના ખર્ચે મળતા વાહનોનો મોજમજા કે ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર આવવા માટે કરી રહ્યા છે. આવા કામચોરી કરતાં અધિકારીઓ સામે કમિશનર આનંદ પટેલે હવે ચાબૂક ઉગામ્યું છે. અને 18 વોર્ડના 18 વોર્ડ ઓફિસરોથી માંડીને તમામ શાખાના સંબંધિત અધિકારીઓને તેમના વોર્ડ વિસ્તારની કામગીરી અને જવાબદારી સોંપી દેતા લેખિત હુકમ જારી ર્ક્યા છે.
કમિશનરના આદેશ મુજબ તમામ 18 વોર્ડના ઓફિસરોને હવે સવારના સમયે તેમના વોર્ડ વિસ્તારમાં ફેરણી કરવી પડશે. અને ફૂટપાથ તથા રોડની ચકાસણી, પેવિંગબ્લોક, સ્ટ્રોમ વોટરના યોગ્ય નિકાલ, ચેમ્બર કે ડ્રેનેજમાં કચરો, ફૂટપાથો પરના દબાણો, 134 જેટલાં કોમ્યુનિટી ટોઇલેટ, શાળાઓમાં વિદ્યાર્થી ભાઇ બહેનો માટે અલગ અલગ ટોઇલેટની વ્યવસ્થા, સ્વચ્છતા, હવા ઉજાસ, બારી બારણાની સ્થિતિ, વિદ્યાર્થિનીઓ માટે સેનેટરી પેડ માટે અલગથી કાળા
રંગની ડસ્ટબીન, તમામ વોર્ડ વિસ્તારમાં કેટલી બાંધકામ સાઇટ ચાલું છે અને આવા બાંધકામોમાં ગ્રીન નેટની ચકાસણી છે કે કેમ આવા અનેક પ્રકારના અનુે શહેરીજનોની જે કાયમી પરેશાન કરે છે તેવી સમસ્યાઓની સ્થળ પર જઇને ચકાસણી કરવી પડશે. અને આ કામગીરીનો લેખિત રિપોર્ટ આઇઇસી સેલને કરવાનો રહેશે.

કમિશનરનું માઇક્રોપ્લાનિંગ: એક ટીમને 10 રોડ રસ્તા અને વિસ્તારો ફાળવી દેવાયા

કમિશનર દ્વારા તમામ 18 વોર્ડની 18 ટીમ બનાવીને એક ટીમને તેમના વોર્ડ વિસ્તારના 10 રોડની ફાળણી કરી દીધી છે.આ ટીમ અલગ અલગ શાખા મુજબ રહેશે. જેમાં 18 વોર્ડ ઓફિસરની ભુમિકા મુખ્ય રહેશે. આ પછી 18 વોર્ડ ઇજનેરો, 18 એઇઇઇ, 18 એટીપી, 18 એસઆઇ, શાળાઓના 18 પ્રિન્સીપાલ રહેશે. આ ટીમ પર ત્રણેય ઝોનના સિટી ઇજનેરો, ત્યારબાદ આસિ. કમિશનરો, ત્યારબાદ ડે. કમિશનરો અને એક ટીપીઓ રહેશે. વોર્ડ ઓફિસરો દ્વારા અપાયેલા રિપોર્ટને આ અધિકારીઓ ક્રોસચેક કરશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર