શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસાધુ વાસવાણી રોડ પર પામસીટી એપાર્ટમેન્ટ પાસે આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં...

સાધુ વાસવાણી રોડ પર પામસીટી એપાર્ટમેન્ટ પાસે આઇપીએલના મેચ પર સટ્ટો રમતાં અનિલ તલાળીયા ઝડપાયો

પીઆઇ એમ. જે. કૈલાની રાહબરીમાં આર્થિક ગુના નિવારણ શાખાના આર. કે. જાડેજા, ચેતનસિંહ ગોહિલ, એભલભાઈ બરાલીયા, મયુરભાઇ પાલરીયાની ટીમની કામગીરી : સ્ટાફની પુછપરછમાં મનિષ રંગાણી ઉર્ફ રોયલનું નામ ખુલ્યું તેમજ 12 ગ્રાહકોના સાંકેતીક નામ મળ્યા : ત્રણ મોબાઇલ ફોન, ચિઠ્ઠી કબ્જે કરવામાં આવી

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટમાં આઇપીએલ ક્રિકેટ ટુનાર્મેન્ટ દરમિયાન સટ્ટો રમતાં અનેક શખસો પોલીસની ઝપટે ચડયા છે. તેવામાં વધુ એક દરોડામાં શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ સેલની ટીમે સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક સામેથી એક શખ્સને પકડી લીધો છે. તે ઓનલાઈન આઈડી મારફત સોદા લેતો હતો અને જૂગાર રમાડતો હતો. તપાસ થતાં 14 ગ્રાહકોના ટુંકા કોડવર્ડ ધરાવતાં નામ મળ્યા હતાં. આ ગ્રાહકો આપનાર સુત્રધારનું પણ નામ ખુલતાં તેની શોધખોળ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ, આર્થિક ગુના નિવારણ શાખાના એએસઆઈ આર.કે.જાડેજા, હેડકોન્સ. મયુરભાઈ પાલરીયા, કોન્સ. ચેતનસિંહ ગોહિલ, એભલભાઈ બરાલીયા સહિતની ટીમ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એભલભાઈ અને ચેતનસિંહને બાતમી મળી હતી કે સાધુ વાસવાણી રોડ પર પામસીટી એપાર્ટમેન્ટ નજીક એક શખ્સ ઉભો છે અને મોબાઇલ ફોનમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના મેચ પર સટ્ટો રમાડે છે. આ બાતમી પરથી દરોડો પાડતાં એક શખ્સ મળી આવ્યો હતો. તેની પુછતાછમાં તેણે પોતાનું નામ અનિલ સેવકરામ તલાળીયા (ઉ.વ.51-રહે. પામ સીટી એપાર્ટમેન્ટ ઈ-વીંગ, ફલેટ નં. 304, ત્રીજો માળ) જણાવ્યું હતું.
દરમિયાન સ્ટાફે તેની પાસેના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવતાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મેચ પર રન ફેરના સોદાઓ લઈ હારજીતનો જૂગાર રમતાં, રમાડતો હોવાનું ખુલ્યું હતું. આ શખ્સ મોબાઇલમાં ઓનલાઇન આઈડીમાંથી રનફેર તથા ભાવ જોઈ સોદાઓ લખતો હતો. તેની પાસેથી રૂા. 11 હજારના 3 મોબાઇલ ફોન, ચિઠ્ઠી અને બોલપેન કબ્જે કરાયા છે. ચિઠ્ઠીમાં 2/5/24 એચવાયએક્સઆરઆર, એચવાય 93કેપ દેવ, આઆર 51420 ડીઆચએએમ જેવી સાંકેતીક ભાષા લખેલી હતી. આ ચિઠ્ઠીમાં 12 થી 14 નોંધ હતી. જેથી સ્ટાફની વિશેષ પુછતાછ થતાં અનિલ તલાળીયાએ પોતાને આ ગ્રાહકો રાજકોટના મનિષ રંગાણી ઉર્ફ મનિષ રોયલે આપ્યાનું કબુલતાં પોલીસે હવે મનિષની શોધખોળ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર