શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતદેશની માતબર સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં એક જ બેઠક પર સૌરાષ્ટ્ર વિરૂદ્ધ...

દેશની માતબર સહકારી સંસ્થા ઇફકોની ચૂંટણીમાં એક જ બેઠક પર સૌરાષ્ટ્ર વિરૂદ્ધ ગુજરાત જૂથ વચ્ચે ટક્કર

જયેશ રાદડિયા અને બિપિન પટેલ ગોતા બન્નેમાંથી એકેય નેતાએ ફોર્મ પરત ન ખેંચતા બન્ને વચ્ચે એક જ બેઠક પર સીધી જંગ જામશે

(આઝાદ સંદેશ), રાજકોટ : દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની એક બેઠક ઉપર ફોર્મ ખેંચવાની તારીખ પૂર્ણ થયા બાદ પણ રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશ રાદડીયા અને અમદાવાદના વતની પ્રદેશ ભાજપ સહકારીતા સેલના અધ્યક્ષ બીપીન પટેલ ઉર્ફે બીપીન ગોતાની ઉમેદવારી યથાવત રહેતા બન્ને વચ્ચે એક બેઠક માટે ચુંટણી થશે તે ચોક્કસ છે.ઇફકોની ગુજરાતના ડિરેકટરની એક બેઠક માટે આગામી તા.9ના રોજ યોજાનાર ચુંટણીમાં પ્રથમ વખત ભાજપે ગુજકોમાસોલના વાઇસ ચેરમેન બીપીન ગોતાને મેન્ડેટ આપી દીધો હતો જયારે બે ટર્મથી ચુંટાતા રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન જયેશ રાદડીયાએ પણ ફોર્મ ભર્યું હતું.ઈફકોની આ એક બેઠકનું આંકડાકીય ગણિત સમજીએ તો આ બેઠક પર કુલ 182 મતદારો છે.તેમાથી સૌરાષ્ટ્રમાં જ 98 જેટલા મતદારો છે.અમરેલી ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન દિલીપ સંઘાણી ઈફકોના ચેરમેન અને તેમના જિલ્લામાં 27 મત છે.જયારે રાજકોટ જિલ્લામાં 68 મત છે.ભાજપે બે ટર્મથી ચૂંટાતા જયેશ રાદડીયા સામે અચાનક બીપીન પટેલને મેન્ડેટ આપતા અને બન્નેનાં ફોર્મ ચાલુ રહેતા હવે બન્ને વચ્ચે ચુંટણી જંગ નિશ્ચિત બની ગયો છે. આવનારી 9મીએ મતદાન છે અને 9મીએ જ સાંજ સુધીમાં પરિણામ આવી જશે ત્યારે વિજયનો તાજ કોના શિરે આવે છે તે જોવાનું રહ્યું.અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે જયેશ રાદડિયાએ પણ ફોર્મ પરત ન ખેંચી પોતાની તાકાત પુરવાર કરવાનું મનોમન નક્કી કરી લીધું હોય તે ચોક્કસ છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર