શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં વિધાનસભા વિસ્તાર દીઠ જુદી-જુદી ‘થીમ’ ઉપર મોડલ મતદાન ઉભું કરવા કવાયત

રાજકોટમાં વિધાનસભા વિસ્તાર દીઠ જુદી-જુદી ‘થીમ’ ઉપર મોડલ મતદાન ઉભું કરવા કવાયત

દરેક પ્રાંતને મોડલ મતદાન મથક ઉભુ કરવા ચૂંટણી અધિકારીની સૂચના, રાજકોટ જિલ્લાના રાષ્ટ્રીય સમારકોની થીમ ઉપરનું તેમજ મહિલા, દિવ્યાંગ સંચાલિત મતદાન મથક તૈયાર થશે અતિ સંવેદનશીલ બૂથ ઉપર બીએસએફના જવાનો તૈનાત, ઓબ્ઝર્વરની પસ્થિતિમાં સોમવારે વેબકાસ્ટિંગનું ટેસ્ટિંગ

(આઝાદ સંદેશ), રાજકોટ : આગામી લોકસભાની બેઠક માટે રાજકોટમાં તા. 7મી મેના રોજ મતદાન યોજાનાર છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા રાજકોટ શહેર તેમજ ગ્રામ્યના અતિ સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી હતી. ઓબ્ઝર્વરને સાથે રાખી ડિસ્પેચિંગ સેન્ટરો અને કણકોટ ખાતેના સ્ટ્રોંગરૂમ, મતગણતરી કેન્દ્રની વ્યવસ્થાનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.
અતિ સંવેદનશીલ બૂથ ઉપર કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે બાબતોને ધ્યાનમાં રાખી સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું. આવા ક્રિટિકલ એટલે કે અતિ સંવેદનશીલ બૂથ ઉપર સીઆરપીએફ અથવા બીએસએફનો બંદોબસ્ત રહેશે. સાથોસાથ રાજકોટ 1118 બૂથનું વેબકાસ્ટિંગ કરાશે. રાજકોટ વિધાનસભા મત વિસ્તારમાં તેમજ અન્યમાં મોડલ બૂથ ઉભું
કરવા માટેની કવાયત શરુ કરી દેવામાં આવી છે.
રાજકોટ સંસદીય મત વિસ્તાર હેઠળ આવેલા વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવેલા વિધાનસભા મત વિસ્તારના દરેક પ્રાંત અધિકારીને એક મોડલ બૂથ ઉભું કરવા તાકીદ કરવામાં આવી છે જેના અનુસંધાને જુદી-જુદી થીમ ઉપર મોડલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. અમુક મતદાન મથકોની થીમ હેરીટેજ વોટર ક્ધઝર્વેશન (પાણી બચાવો) જેન્ડર મતદારોને મતનો અધિકાર, મહિલા સંચાલિત, દિવ્યાંગ અને યુવાઓને મતદાન જાગૃતિ અંતર્ગત મોડલ બૂથ ઉભા કરવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. મોડલ મતદાન સોમવાર સુધી ઉભા કરી દેવા પ્રાંતને સૂચના અપાઇ છે. લ

સંબંધિત સમાચાર

તાજા સમાચાર