શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટમાં ‘જાગો લેઉવા પટેલ જાગો’ નામની પત્રિકા અંગે ભાજપે નોંધાવી પોલીસ ફરિયાદ...

રાજકોટમાં ‘જાગો લેઉવા પટેલ જાગો’ નામની પત્રિકા અંગે ભાજપે નોંધાવી પોલીસ ફરિયાદ : ચાર પાટીદારોની અટકાયત

તાલુકા પોલીસે કેતન તાળા, પ્રકાશ વેજપરા, દીપ ભંડેરી અને વિપુલ તારપરાની કરી પૂછતરછ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં રહેતા લેઉવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના આરોપ સાથે વોર્ડ નં.11ના ભાજપના પ્રમુખની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ચાર પાટીદાર યુવાનો સામે ગુનો નોંધી ચારેયને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. ‘જાગો લેઉવા પટેલ જાગો’નામની પત્રિકા છેલ્લા બે દિવસથી રાજકોટ ઉપરાંત કેટલાક ગામડામાં પણ વિતરીત કરવામાં આવી રહી હતી. આ અંગે ભાજપના આગેવાનોને જાણ થતા તેઓએ મોવડી મંડળને આ પત્રિકા મોકલીને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. લોકસભા રાજકોટની બેઠક પર ચૂંટણી લડતા પુરૂષોત્તમભાઇ રૂપાલા વિરૂદ્ધ મતદાન કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા ‘જાગો લેઉવા પટેલ જાગો’ના શીર્ષક સાથેની પત્રિકા વાઇરલ થઇ હતી. જે અંગે શહેર ભાજપ પ્રમુખ સહીતના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવને લેખિતમાં ફરિયાદ કરી હતી જેમાં તપાસ કરી કડક પગલા લેવા જણાવતા તાલુકા પોલીસ મથકના પીઆઇ હરિપરા સહીતના સ્ટાફે તપાસ કરી ભાજપ વોર્ડ નં.11ના પ્રમુખ મહેશભાઇ પીપળીયાએ ફરિયાદ નોંધી હતી. જેમાં વોટસએપ ગ્રુપમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના મળતિયાઓએ કાવતરૂ રચી બદઇરાદે ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમભાઇ રૂપાલાના પક્ષને નુક્સાન થાય તેમજ લેઉવા અને કડવા પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે હીન પ્રયાસ કર્યાનું પ્રાથમિક તબક્કે સ્પષ્ટ થતા પોલીસે ગુનો નોંઘ્યો હતો. રાજકોટના વોર્ડ નં.11ના ભાજપના પ્રમુખ મહેશભાઇ પીપળીયાની ફરિયાદ પરથી પોલીસે કેતન તાળા, પ્રકાશ વેજપરા, દીપ ભંડેરી અને વિપુલ તારપરા સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંઘ્યો હતો. બીજીબાજુ ક્રાઇમ બ્રાંચે મોડી રાત્રે જ ચારેયની અટકાયત કરી લીધી હતી. હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે પત્રિકા સંદર્ભે ગુનો નોંધાતા આ બાબતે પણ આગામી દિવસોમાં ગંભીર પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર