શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટલૂ લાગવાના રોજના સરેરાશ 50 કેસ ! : 962 મતદાન મથકો પર...

લૂ લાગવાના રોજના સરેરાશ 50 કેસ ! : 962 મતદાન મથકો પર આરોગ્ય કીટ રાખવા તંત્રનો આદેશ

રિસિવીંગ, ડિસ્પેચિંગ સેન્ટર અને મત ગણતરીના સ્થળોએ આરોગ્ય ટીમ તૈનાત રહેશે: મતદાનના દિવસે તાપમાન 45 ડિગ્રી રહેવાનું અનુમાન

આઝાદ સંંદેશ, રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર રાજ્યમા અત્યારે હિટવેવની સ્થિતિ વચ્ચે લૂ લાગવાના અને લૂ સંબંધિત બીમારીઓના કેસ વધી ગયા છે ત્યારે વહિવટીતંત્ર દ્વારા આગામી તા. 7ના રોજ યોજાનારા મતદાન દરમિયાન મતદારોને હીટવેવની અસર ન થાય તેની તકેદારી રાખવામાં આવી છે. રાજકોટ વિધાનસભાની ચમાર બેઠકો હેઠળના 962 મતદાન મથકો પર આરોગ્ય કીટ રાખવા અને મતદાન ડિસ્પેચિંગ, રિસીવીંગ સેન્ટર અને મતદાન ગણતરી કેન્દ્ર ખાતે આરોગ્ય ટીમ ખડપગે રાખવામાં આવશે. લોકસભાની ચૂંટણીનું મતદાન નજીક આવી રહ્યું છે ત્યારે, બીજીબાજું ગરમીનો પારો સતત ઉંચકાઇ રહ્યો છે. એક અંદાજ મુજબ સતત ગરમીને કારણે હાલમાં લૂ લાગવાના કે હીટવેવની સરેરાશ 50 લોકોને અસર થઇ રહી છે. હજી ગરમી વધવાનું અનુમાન હવામાન ખાતાએ ર્ક્યું છે. આગામી તા.7ના રોજ મતદાનના દિવસે તાપમાન 45 ડિગ્રી આસપાસ રહી શકે છે. આવા સંજોગોમાં મતદાન કરવા આવતા નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે. વહિવટી તંત્ર દ્વારા આરોગ્ય તંત્રને જિલ્લા અને શહેરી વિસ્તારના મતદાન મથકો પર આરોગ્યલક્ષી કીટ રાખવા આદેશ ર્ક્યો છે. સાથોસાથ તમામ મતદાન મથકો પર મતદારોને ભારે ગરમી અને લૂથી સાવધાની રાખવા શું કરવું જોઇએ તેની જાણકારી આપતા પોસ્ટર પણ બૂથ ઉપર મુકવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગને રાજકોટ વિધાનસભાની ચાર બેઠકો હેઠળના 962થી વધુ મતદાન મથકો પર જરૂરી દવાનો જથ્થો, ડ્રેસિંગ કીટ, ઓઆરએસના પેકેટ સહિતની સુવિધા રાખવા અને રિસીવીંગ ડિસ્પેચિંગ સેન્ટર અને મતદાન ગણતરીના સ્થળે એક ડોક્ટર, એક હેલ્થ વર્કર, એક ફાર્માસિસ્ટ અને એક સ્ટાફ નર્સ એમ ચાર સભ્યોની એક એવી આઠ ટીમ ખડેપગે રાખવા પણ વહિવટી તંત્ર દ્વારા આદેશ અપાયો છે.

આ તકલીફો થાય તો સમજજો કે લૂ લાગી છે…

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગરમીના કોપ અને મતદાનના દિવસે તાપમાન 45 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન કરાયું છે. આ સાથે લૂ લાગે તો શું અસર થાય તેની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. મેડિકલ ક્ષેત્રમાં હીટ રિલેટેડ ઇલનેશ (લૂ લાગવી કે સનસ્ટ્રોક લાગવો)ની અસર શરીર પર શું થઇ શકે તેની માહિતી આપવામાં આવી છે. જો આ શારીરિક તકલીફો જણાય તો તમને લૂ લાગી છે એમ માની શકાય છે. જેમાં માથાનો દુખાવો થવો ઉલ્ટી ઉબકાં થવા ચક્કર આવવા પગના સ્નાયુનો દુખાવો થવો આંખે અંધારા આવવા ઝાડા ઉલ્ટી થવા વગેરે બીમારીનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર