શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeમનોરંજન33 વર્ષ પછી આ ફિલ્મ ‘વેટ્ટીયન’માં એકસાથે દેખાશે, બીગ બી અને થલાઇવા

33 વર્ષ પછી આ ફિલ્મ ‘વેટ્ટીયન’માં એકસાથે દેખાશે, બીગ બી અને થલાઇવા

મુંબઈ : અમિતાભ બચ્ચન અને રજનીકાંત 33 વર્ષ પછી ફરીવાર એકસાથે એક ફિલ્મમાં કામ કરશે. અમિતાભ બચ્ચન અને રજનીકાંત બંને દિગ્ગજ અભિનેતા છે. તેમની ફેન ફોલોઈંગ માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં વિશાળ સંખ્યામાં છે. બંને અભિનેતા તેમની ફિલ્મોથી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. હવે બંને કલાકારો ટૂંક સમયમાં ફિલ્મ વેટ્ટિયનમાં સાથે જોવા મળશે. આ માટે બંને અભિનેતાએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. રજનીકાંત અને અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના મહાન કલાકારોમાંના એક છે. તાજેતરમાં, અમિતાભ બચ્ચને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી પોસ્ટમાં, બીગ બી થાલાને ગલે લગાવતા જોવા મળી રહ્યા છે . આ જોડી ફરીથી મોટા પડદા પર સાથે જોવા મળશે. બિગ બીએ ફોટોની સાથે કેપ્શન લખ્યું છે કે, ‘થાલા ધ ગ્રેટ રજની સાથે ફરી જોડાઈને હું સન્માનિત અને ગર્વ અનુભવું છું. તેઓ બિલકુલ બદલાયા નથી. તેઓ સરળ, નમ્ર અને એકદમ ડાઉન ટુ અર્થ છે.

ફિલ્મ વેટ્ટીયનનો સેટનો ફોટો શેર કર્યો બીગ બીએ

ઉલ્લેખનીય છે કે રજની અન્ના અને અમિતાભની ફિલ્મ ‘વેટ્ટીયન’ લાયકા પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બની રહી છે. જેમાં બંને સ્ટાર્સ કોટ અને પેન્ટ પહેરેલા જોવા મળે છે. બંનેનો આ ફોટો હાલમાં ખુબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને તેમના ચાહકો પણ ખુબ પસંદ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર