શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeબિઝનેસસોનાના ભાવમાં ઘટાડોઃ સોનું ખરીદવાની સુવર્ણ તક બે સપ્તાહમાં આટલું સસ્તું થયું,

સોનાના ભાવમાં ઘટાડોઃ સોનું ખરીદવાની સુવર્ણ તક બે સપ્તાહમાં આટલું સસ્તું થયું,

નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યા છે, શુક્રવારે MCX એક્સચેન્જ પર સોનાનો ભાવ 70,668.રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. 12 એપ્રિલ 2024ના રોજ, MCX સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 73,958 રૂપિયા રેકોર્ડ હાઈ હતો. આમ,આ અઠવાડિયામાં જ વૈશ્વિક બજામાં સોનું 48 ડોલર પ્રતિ ઔંસ સસ્તો થયું હતું જે શુક્રવારે તે 2301 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહ્યો હતો. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં, સોનું તેના રેકોર્ડ હાઈ લેવલથી 3290 રુ. પ્રતિ 10 ગ્રામના સસ્તું થઈ ગયું છે. ગયા અઠવાડિયે જ સોનાનો ભાવ 832 રુ. પ્રતિ 10 ગ્રામ તુટ્યો હતો. આ સિવાય વૈશ્વિક બજારમાં પણ સોનાનો ભાવ ઘટ્યો છે.

સોનાના સ્થાનિક બજાર પ્રમાણે ભાવમાં શુક્રવારે 24 કેરેટ સોનામાં પ્રતિ 10 ગ્રામ 71,191 રુ. પર બંધ થયો હતો. 18 એપ્રિલ 2024ના રોજ સોનું પ્રતિ 10 ગ્રામ 73,477 રૂપિયા હતું. આમ, આ સોનાની 1 મહિના કરતાં ઓછા સમયમાં પ્રતિ 10 ગ્રામ 2286 રુપિયા તુટ્યો હતો.કેડિયા એડવાઇઝરી ઓથોરિટી પ્રમાણે, એપ્રિલ મહીનામાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 68,699 રુ. પર ખુલ્યો હતો.એપ્રિલમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 73,958રુ. જેટલો વધ્યો હતો. જ્યારે, ન્યુનતમ ભાવ 10 ગ્રામ પ્રતિ 68,021 રુપિયા હતો. ઉપરાંત એપ્રિલ મહિનામાં સોનાનો ભાવ પ્રતિ 10ગ્રામ 70,466 રુ. પર બંધ થયો હતો. આ રીતે એપ્રિલમાં સોનાનો ભાવમાં 10 ગ્રામ દીઠ 68,021 બાઇક રેકોર્ડ કરી. એપ્રિલમાં સોનું 70,466 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ રીતે એપ્રિલમાં સોનાના ભાવમાં 3.93 ટકા એટલે કે 2666નો વધારો થયો હતો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર