શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટચુનારાવાડની ઓરડીમાંથી સાગર ઉર્ફે સુરેશ પપ હજારના દારૂ સાથે ઝડપાયો

ચુનારાવાડની ઓરડીમાંથી સાગર ઉર્ફે સુરેશ પપ હજારના દારૂ સાથે ઝડપાયો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેર ક્રાઇમબ્રાંચની ટીમે ચુનારાવાડમાં આવેલી ઓરડીમાં દરોડો પાડી રૂ.પપ હજારનાં દારૂ સાથે શખસની ધરપકડ કરી છે. જ્યારે કે, બીજાનું નામ ખુલતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ક્રાઇમબ્રાંચ પીઆઇ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.સી. સાકરિયા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે મળેલી બાતમીના આધારે ચુનારાવાડ શેરી નં-6માં રહેતાં સાગર ઉર્ફે સુરેશનાં રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી રૂ. પ4,500ની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવતાં ક્રાઇમબ્રાંચે સુરેશ ઉર્ફે સાગર દેવરાજ હડાણી (ઉ.વ.28)ની ધરપકડ કરી હતી અને રૂ. 59,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
બીજા દરોડામાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં એલસીબી ઝોન-2ના સ્ટાફે દરોડો પાડી ઇરફાન અલીમીયા સૈયદ (ઉ.23)ને જુદી જુદી બનાવટના અંગ્રેજી દારૂના 1.15 લાખના જથ્થા સાથે ઝડપી લીધો હતો. સપ્લાયર તરીકે તોફીક ઉર્ફે તોફલો મહમદ સંઘાર (રહે.ગાયકવાડી શેરી નં.3)નું નામ ખુલતા તેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી ઇરફાન આ અગાઉ ત્રણ અંગ્રેજી દારૂના અને હુમલા સહિત કુલ પાંચ ગુનામાં પકડાઇ ચુક્યો છે. જ્યારે વોન્ટેડ આરોપી તોફીક અંગ્રેજી દારૂના બે, હુમલા અને પ્રીઝન એક્ટ સહીત પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર