શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઆવતાં સપ્તાહથી ઓનલાઇન ‘અટલ-સેવા’ : કમિશનર આનંદ પટેલ

આવતાં સપ્તાહથી ઓનલાઇન ‘અટલ-સેવા’ : કમિશનર આનંદ પટેલ

જૂનથી અટલ સરોવર સુધી સીએનજી બસ દોડાવાશે: 800 મીટરનો રોડ બનાવાશે

(આઝાદ સંંદેશ) રાજકોટ: રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવવામાં અટલ સરોવર સહિતની સુવિધાઓનો તા.1 મેથી પ્રારંભ થયો છે ત્યારે હવે આવતા સપ્તાહથી અટલ સરોવર સંબંધિત ટિકિટબારી સહિતની તમામ સેવાઓ ઓનલાઇન શરૂ કરવામાં આવશે તેમ કમિશનર આનંદ પટેલે વાતચિતમાં કહ્યું હતું. અટલ સરોવર શરૂ થયા બાદ આવતીકાલે પહેલા રવિવારને કારણે ભીડ વધશે આથી, તમામ પ્રકારની સુવિધાઓમાં કોઇ ખામી ન રહે અને કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે એજન્સીઓને પણ સુચના આપવામાં આવી છે. કમિશનર આનંદ પટેલે વાતચિતમાં ઉમેર્યું હતું કે, અટલ સરોવર અને સંલગ્ન સુવિધાઓનો પ્રારંભ થયા બાદ રાજકોટવાસીઓની ભીડ ઉમટી રહી છે. પ્રથમ દિવસે લોકોના ભારે ઘસારાને ધ્યાને લઇને હવે લોકોની સુવિધા વધારવા માટે આવતા સપ્તાહથી ટિકિટ બુકિંગ સહિતની તમામ સુવિધાઓનુ ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવશે. ઓનલાઇન સુવિધાઓમાં ટોયટ્રેન- બોટ રાઇડ- ફેરીસ વ્હીલ- લેસર શો/ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ સમાવેશ કરી લેવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે આવતીકાલે રવિવારને કારણે લોકોનો ઘસારો વધશે આથી મુલાકાતે આવનારા લોકોને કોઇને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓથી માંડીને તમામ આનુસાંગિક સેવાઓ ચકાસી લેવા એજન્સીઓને સુચના આપવામાં આવી છે. રાજકોટને આગામી મહિનાથી 25 સીએનજી બસ મળી રહી છે ત્યારે, અટલ સરોવર આવવા જવા માટે સીએનજી બસ શરૂ કરવામાં આવશે. અટલ સરોવર પાસેથી પસાર થતા જામનગર રોડ અને બીઆરટીએસ રૂટની મધ્યમાં અટલ સરોવર પાસે 800 મીટરનો રોડ નીકળે છે. ભવિષ્યમાં જામનગર રોડ અને બીઆરટીએસ રૂટ પર એકઠો થતો ટ્રાફિક સીધો અટલ સરોવર જઇ શકે તે માટે આ રોડની કામગીરી પણ શરૂ કરવામાં આવશે.

અટલ સરોવરમાં કોઇ પડે તો કેમ બચાવ કરવો ? સ્ટાફને તાલીમ અપાઇ

રાજકોટ : મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા તા.3ના રોજ અટલ સરોવર (ન્યુ રેસકોર્ષ) ખાતે સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓ કોઇ અકસ્માતે પાણીમા પડી જાય તો તાત્કાલિક તેનો બચાવ કઇ રીતે કરવો ? તેમજ બચાવ કર્યા બાદ તેના શરીરમાંથી પાણી કઇ રીતે બહાર કાઢવુ ? તે અંગે ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા અને પબ્લિકને તેના બચાવ માટે ઈઙછ કેમ આપવુ ? ઉનાળાના સમયમા કોઇ વ્યક્તિને ડીહાઇડ્રેશન થાય તો તાત્કાલિક બચાવ માટે શુ કરવુ ? તે અંગે આરોગ્ય અધિકારી અને મેડીકલ ટીમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અટલ સરોવર એરિયામાં આગના બનાવમાં ફાયર સીસ્ટમ, ફાયર સેફટીના સાધનોનો કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું શું ન કરવું ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, જાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગેની તાલીમ આપવામા આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર