શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપ્રોહિબિશનનાં ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા મોહિત બારૈયાની પાસા હેઠળ...

પ્રોહિબિશનનાં ગુનામાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા મોહિત બારૈયાની પાસા હેઠળ અટકાયત

ભક્તિનગર પોલીસે ચામુંડાનગરનાં શખસને પાસા વોરન્ટની બજવણી કરી જામનગર જેલ હવાલે કર્યો

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ તેમજ અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી, નાયબ પોલીસ કમિશનર ઝોન-1 સજ્જનસિંહ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી.વી. જાદવ દ્વારા અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા અને ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવ ધરાવતાં શખસો સામે પાસાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હોય તે સૂચનાનાં અનુસંધાને ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયા દ્વારા ચામુંડાનગર વિસ્તારમાં રહેતાં શખસ સામે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવતા તેને મંજૂર કરી દેતાં ભક્તિનગર પોલીસે ચામુંડાનગર શેરી નં-3માં રહેતા મોહિત બટુકભાઇ બારૈયા (ઉ.વ.32)ને પાસા વોરન્ટની બજવણી કરી અટકમાં લઇ જામનગર જેલ હવાલે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મોહિત સામે રાજકોટ શહેર ઉપરાંત સુરેન્દ્રનગર તેમજ સુરતમાં દારુના અનેક ગુના નોંધાયેલા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર