શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં આરટીઓનો વાહન ચાલકો સામે સપાટો : 1331 સામે...

રાજકોટ શહેર-જિલ્લામાં એક મહિનામાં આરટીઓનો વાહન ચાલકો સામે સપાટો : 1331 સામે કેસ કરી અડધા કરોડનો દંડ વસુલાયો

લાયસન્સ વગર વાહન ચલાવનાર 72 સામે પગલાં, ઓવર ડાઇમેન્સન, ટેકસ ભરવાનો બાકી હોય, સીટ બેલ્ટ, પીયુસી સર્ટિફિકેટ ન હોય તેવા વાહનચાલકો પણ દંડાયા સૌથી વધારે ઓવર સ્પીડવાળા વાહનો આરટીઓની ઝપટે, ફિટનેસ, વીમા વગર તેમજ ઓવર લોડ વાહનચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી

(આઝાદ સંદેશ), રાજકોટ : લોકસભાની ચૂંટણીનો ધમધમાટ અને સતત કલેકટર કચેરીમાં ચાલતી બેઠકોના દૌર વચ્ચે પણ રાજકોટ જિલ્લાના આરટીઓ અધિકારીએ ગત મહિનામાં ઓવરલોડ વાહનો, ટેકસ વગર દોડતા વાહનો સહિતનાં જુદા-જુદા ગુનામાં 1351 કેસ કરી વાહન માલિકો પાસેથી રૂપિયા અડધા કરોડની દંડનિય વસુલાત કરી હતી. આરટીઓ અધિકારી કે.એમ. ખપેડના માર્ગદર્શન અને સૂચના અનુસાર ઇન્સ્પેકટરો દ્વારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટ શહેર-જિલ્લામાં આરટીઓ દ્વારા સૌથી વધારે ઓવર સ્પીડવાળા વાહનો સામે દંડનિય કાર્યવાહી કરવામાં આવી હતી. એપ્રિલ મહિનામાં 138 ઓવરલોડ વાહનો સામે કેસ કરી રૂ. 20,09,300ના દંડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે ટેકસ વગર દોડતાં 12 વાહનો પાસેથી 4,32,715ની રકમનો દંડ વસુલવામાં આવ્યો હતો. આવી જ રીતે ફિટનેસ-વીમા વગર 34 વાહન ચાલકો પાસેથી 1,70,000,
હેલમેટ સીટ બેલ્ટ, પીયુસી સર્ટિફિકેટ લીધા વગર વાહન ચલાવનાર 213 વ્યક્તિઓ સામે કેસ કરી રૂ. 1,80,000ના દંડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવનાર 77 સામે કેસ કરી રૂ. 1.44 લાખની વસુલાત કરવામાં આવી હતી.
રાજકોટ શહેર અને હાઇ-વે ઉપર માતેલા સાંઢની માફક ભયજનક રીતે અને ઓવર સ્પીડથી વાહન ચલાવનાર 515 વાહન માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જુદા-જુદા ગુનામાં આરટીઓના નિયમોનો ભંગ કરવા બદલ 1351 લોકો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને 49,91,865ની રકમનો જુદા-જુદા ગુનામાં દંડ વસુલવામાં આવ્યો હતો. આરટીઓ અધિકારી કેતન એમ. ખપેડ દ્વારા સૌથી વધારે ઓવર સ્પીડથી દોડતા વાહનો સામે કાર્યવાહી કરી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર