શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટસિવિલનાં ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગના ચોથા માળે ચડી ગયેલાં માનસિક યુવકને બચાવાયો

સિવિલનાં ટ્રોમા સેન્ટરની બિલ્ડિંગના ચોથા માળે ચડી ગયેલાં માનસિક યુવકને બચાવાયો

ફાયર વિભાગ અને પોલીસની ટીમે મહામહેનતે યુવાનને નીચે ઉતારી સારવારમાં ખસેડ્યો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્5િટલના ટ્રોમા સેન્ટરના ચોથા માળે મોડી રાત્રીના ચડી ગયેલા માનસિક અસ્થિર યુવાને ગામ ગાંડુ કર્યું હતું. બનાવના પગલે હોસ્પિટલમાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવ અંગેની જાણ થતા ફાયર બ્રીગેડ તથા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને યુવાનને મહા મહેનતે સહી સલામત નીચે ઉતારવામાં આવ્યો હતો. જો કે, રેસ્કયુ દરમિયાન ચાર પોલીસ કર્મચારી ઘવાયા હતા.
મોડી રાત્રીના હોસ્પિટલમાં આવી ચડેલ માનસીક બીમાર યુવાન હોસ્5િટલ તંત્રની જાણ બહાર ચોથા માળે ચડી ગયો હતો અને બિલ્ડીંગ પરથી કુદકો મારવાનો પ્રયાસ કરતો હતો. આ બનાવની જાણ થતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ડોડીયા સહીતનો સ્ટાફ દોડી ગયો હતો અને ચોથા માળે ચડેલા યુવાનને નીચે ઉતારવા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાચની બારી તોડી નાખવામાં આવતા તેના કાચ પીએસઆઇ અને યુવાન સાથે ઝપાઝપીમાં અન્ય ત્રણ પોલીસ કર્મીને ઇજા થઇ હતી. આમ છતાં પોલીસ સ્ટાફે કુનેહ પુર્વક ઝડપી લઇ નીચે ઉતાર્યો હતો. હોસ્પિટલમાં થોડીવાર માટે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. યુવાન માનસિક અસ્થિર હોવાનું સામે આવ્યું હતું અને યુવાનના પરિવારની શોધખોળ હાથ ધરી છે. યુવાનને હેમખેમ નીચે ઉતારવામાં આવતા પોલીસ અને ફાયરે રાહત અનુભવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર