સોમવાર, મે 6, 2024

ઈ-પેપર

સોમવાર, મે 6, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટમુંજકામાં રહેતા કોમ્પ્યુટર ઓપરેટર અને રાણાવાવથી રાજકોટ આવેલા નિવૃત્ત રેલ કર્મીનું હાર્ટએટેકથી...

મુંજકામાં રહેતા કોમ્પ્યુટર ઓપરેટર અને રાણાવાવથી રાજકોટ આવેલા નિવૃત્ત રેલ કર્મીનું હાર્ટએટેકથી મોત

જીગર મકવાણા (ઉ.42)ને સવારે છાતીમાં દુખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતા સિવિલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો : દીકરીના ઘરે પ્રસંગમાં આવેલા કિશોરભાઇ પરમાર (ઉ.68) મોડી રાત્રે બેભાન થઇ જતા હોસ્5િટલમાં લઇ જવાતા સારવારમાં દમ તોડયો

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ શહેરમાં હાર્ટએટેકના કારણે કોમ્પ્યુટર ઓપરેટર યુવાન અને નિવૃત્ત રેલ કર્મીનું મોત થયું છે. આ અંગે મળતી માહિતી મુજબ મુંજકામાં રહેતા અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા જીગર ભરતભાઇ મકવાણા (ઉ.42) આજે સવારે પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ ગયા હતા. જેથી તેમને સારવાર માટે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેઓ બે ભાઇ અને એક બહેનમાં વચેટના હતા. તેને હાર્ટએટેક આવી જતા મોત નીપજ્યું હતું.
બીજા બનાવમાં રાણાવાવ રેલવે સ્ટેશન ક્વાર્ટરમાં રહેતા નિવૃત્ત રેલ કર્મી કિશોરભાઇ નાથાભાઇ પરમાર (ઉ.68) રાજકોટ ઘરમ સીનેમા પાછળ સરકારી આવાસમાં રહેતા દીકરી રમીલાબેન મહેશભાઇ મોરબીયાના ઘરે દોહીત્રીના લગ્ન પ્રસંગે આવ્યા હતા. તેઓ ગઇકાલે રાત્રે માંડવો પુર્ણ કરી પરિવારજનો સાથે બેઠા હોય ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા બેભાન થઇ ગયા હતા. જેથી સારવાર માટે સિવિલમાં ખસેડાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફની પુછપરછમાં કિશોરભાઇને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર