રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટપડધરીના ખાખડાબેલા ગામેના ચકચારી પોકસો તથા રેપના ગુનાના કામેના આરોપીને હાઈકોર્ટમાંથી મળ્યા...

પડધરીના ખાખડાબેલા ગામેના ચકચારી પોકસો તથા રેપના ગુનાના કામેના આરોપીને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

(આઝાદ સંદેશ), રાજકોટ : પડધરી તાલુકાના ખાખડાબેલા 5 ગામેના પોકસો તથા દુષ્કર્મ ના ગુનાના કામે ધરપકડ પામેલ ફરીયાદીના ભાભી ગાયત્રીબા યુવરાજસિહ જાડેજાને ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.
આ કેસની હકીકત જોઈએ તો ભોગ બનનાર સગીરાના પિતાએ મહેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજાનાઓ વિરૂદ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે ફરિયાદીની સગીર વયની પુત્રીની મરજી વિરુદ્ધ બળજબરી પુર્વક છેલ્લા છ એક મહિનાથી અવાર નવાર અલગ અલગ સમયે બળાત્કાર ગુજારી ઉગ્ર જાતીય હુમલો કરી આચરવામાં આવેલ ગુનાના કામે આરોપીઓ પૈકી અજયસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવેલ અને ફરીયાદીના ભાભી એટલે કે ભોગ બનનારના ભાભી એટલે કે યુવરાજસિંહ અનુપસીહ જાડેજાના પત્ની ગાયત્રીબાની મદદગારી કરવા સબબ ધરપકડ કરવામાં આવેલ હતી.
ધરપકડ પામેલ આરોપીઓ પૈકી ગાયત્રીબા જાડેજાએ સેસન્સ અદાલતમા રેગ્યુલર જામીન ઉપર મુકત થવા કરેલ જામીન અરજી નામંજુર થતા તે હુકમ હાઈકોર્ટમાં પડકારેલ હતો. જેમાં બંને પક્ષેના વકીલોની રજુઆતો તથા પોલીસ પેપર્સની હકીકતો લક્ષે લેતા ઉપરાંત અરજદાર એક મહીલા છે જેને હાલના ગુનામા આરોપી તરીકે રજુ કરવામાં આવેલ હોવાનું કારણ કથીત રીતે સમગ્ર ઘટના તેમની હાજરીમાં બનેલ હોવાનો આક્ષેપ હોય તે સિવાય અરજદારે અન્ય કોઈ રોલ ભજવેલ ન હોય સપ્રીમકોર્ટના સંજય ચંદાના ચુકાદાને પણ લક્ષમાં લેવામાં આવે સાથે કેસની ફેકટ અને સંજોગો તથા પ્રકાર અને અરજદાર સામેના આક્ષેપો લક્ષમાં લેવામાં આવે તો અરજદારની તરફેણમાં અંતર્ગત સતાનો ઉપયોગ કરવો મુનાસીફ માની ધરપકડ પામેલ અરજદારને રેગ્યુલર જામીન પર મુકત કરતો હકમ ફરમાવેલ છે. ઉપરોકત કેસમા અરજદાર ગાયત્રીબા વતી રાજકોટના એડવોકેટ બકુલભાઈ રાજાણી તથા કોમલબેન રાવલ, પ્રકાશ પરમાર તથા ઇન્દ્રવિજયસિંહ રાઓલ રોકાયેલ હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર