રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટલોકસભા ચૂંટણી અન્વયે રાજકોટમાં મતદાન મથકો સહિતનાં સ્થળો ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત

લોકસભા ચૂંટણી અન્વયે રાજકોટમાં મતદાન મથકો સહિતનાં સ્થળો ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટ લોકસભા ચૂંટણીમાં મંગળવારે મતદાન હોય અને રવિવારથી જ રાજકીય પક્ષો માટે પ્રચાર બંધ થઇ ગયા બાદ મંગળવારે શાંતિપુર્વક થાય તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે 2500થી વધુ પોલીસ અધિકારી સહિતના જવાનોને અને ચાર સીએપીએફની ટુકડીઓ સહીતના તૈનાત રહેવા આદેશ કરવામાં આવ્યો હતો તેમજ 2036 બુથમાંથી 1032 સંવેદનશીલ મતદાન મથકો પર કડક પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન શાંતિપુર્વક થાય તે માટે પોલીસ કમિશ્નર, જોઇન્ટ પોલીસ કમિશ્ર્નર, ચાર ડીસીપી, આઠ એસીપી, 26 પીઆઇ, 100 પીએસઆઇ તેમજ 1222 પોલીસ જવાનો, 1374 હોમગાર્ડ તેમજ સીએપીએફની ચાર ટુકડી સહીત ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે તેમજ લોકસભા વિસ્તારમાં 1032 મતદાન બુથ સંવેદનશીલ કરવામાં આવેલ હોય તેમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે અને મતદાન મથકના 100 મીટરની અંદર મતદાર સિવાય કોઇને પ્રવેશવામાં નહીં આવે. તેમજ મતદાનના દિવસે ક્રાઇમ બ્રાંચ, એસઓજી, લોકલ એલસીબી સહીતની ટીમો દ્વારા પેટ્રોલીંગમાં રહેશે તેમજ અસામાજીક તત્વો પર વોચ ગોઠવવામાં આવી હતી.
દરમિયાન કાલ સાંજથી મતદાન મથકો પર પોલીસનું કડક ચેકીંગ કરવામાં આવશે તેમજ શહેરમાં અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ તેમજ પેરામિલિટરી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી સંદર્ભે પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવના આદેશથી 1108 શખસની અટકાયત કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર હથિયાર અંગે 9 કેસ કરવામાં આવ્યા હતા જેમાં 9 હથિયાર અને 13 કારતુસ કબજે કરવામાં આવી હતી અને દેશી-વિદેશી દારૂના 1052 કેસ કરવામાં આવ્યા હતા તેમજ માદક પદાર્થના બે કેસ કરવામાં આવ્યા હતા. જેમાં રૂા.3.15 લાખના માદક પદાર્થ કબજે કરવામાં આવ્યા હતા તેમજ ચૂંટણી સંદર્ભે શહેરમાંથી 2691 લાયસન્સવાળા હથિયાર જમા લેવાયા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર