રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતદિલ્હી બાદ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

દિલ્હી બાદ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ

રશિયન સર્વરથી ધમકી મળ્યાંના અહેવાલ : સાત સ્કૂલને ધમકી મળી હોવાની ચર્ચા : મતદાનના એક દિવસ પહેલા જ ધમકી મળતા પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દોડતું થયું

(આઝાદ સંદેશ) નવી દિલ્હી : દિલ્હી-એનસીઆર બાદ હવે ગુજરાતની અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં લગભગ 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપની મચી ગયો છે. ધમકીની જાણ થતાં જ પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દોડતું થયું હતું અને તપાસ હાથ ધરી હતી.
માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આ ધમકી આવ્યાનું અનુમાન છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે લોકસભા ચૂંટણી માટે ગુજરાત સહિત અમદાવાદમાં પણ મતદાન યોજાવાનું છે ત્યારે કેટલીક સ્કૂલોમાં પણ મતદાન મથકો ગોઠવાયા છે. જેના લીધે આવી ધમકીથી હવે પોલીસતંત્ર દોડતું થઈ ગયું છે અને લોકોમાં ડરનો માહોલ
જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી આવેલા ધમકીભર્યા ઈમેઈલ ઘાટલોડિયાની આનંદ નિકેતન અને ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય સહિતની સાત સ્કૂલને મળ્યા હોવાની ચર્ચા છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ તંત્ર અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે ધસી જઈ તપાસ હાથ ધરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 1 મેના રોજ, રાજધાની દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં 200થી વધુ શાળાઓને બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આવી સ્થિતિમાં, આ ઘટનાના માત્ર ચાર દિવસ પછી ઘણી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ એક સાથે મોકલવામાં આવ્યા છે. દિલ્હીમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાન ધમકી અફવા સાબિત થઇ હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર