રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ બેઠકના 2036 મતદાન મથકો ઉપર આજથી 13 હજાર કર્મચારીઓ તૈનાત

રાજકોટ બેઠકના 2036 મતદાન મથકો ઉપર આજથી 13 હજાર કર્મચારીઓ તૈનાત

બીએસએફ સીમા સુરક્ષા દળના જવાનો તેમજ રાજકોટ લોકલ પોલીસ સહિતના સ્ટાફે બૂથનો કબજો લીધો : કાલે સવારના 7 કલાકથી મતદાનનો પ્રારંભ, આજે આખો દિવસ અને કાલે મોડી સાંજ સુધી કર્મચારીઓ બૂથ ઉપર જ હાજર રહેશે ચૂંટણી ફરજમાં રોકાયેલા સ્ટાફને ઝોનલ રૂટ દ્વારા મતદાન મથકો સુધી પહોંચાડવામાં આવ્યા, મતદાન કુટિર ઉભી કરાશે અને કાલે સવારે ઇવીએમ રાખીને મતદાન પૂર્વે મોકપોલ યોજાશે

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ સહિત રાજ્યની 25 લોકસભાની બેઠકો ઉપર કાલે સવારે 7 કલાકથી મતદાનનો પ્રારંભ થઇ જશે. જેના ભાગસ્વરૂપે આજથી જ રાજકોટ લોકસભા બેઠકના 13 હજારથી વધુ કર્મચારીઓ બપોર સુધીમાં બૂથ ઉપર પહોંચી જશે. સાથોસાથ આજે સવારથી જ રાજકોટ સંસદીય મત વિસ્તાર હેઠળના સાત વિધાનસભા વિસ્તાર હેઠળ 2036 મતદાન મથકો આવેલા છે. આ તમામ મતદાન મથકો ઉપર ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ ચૂંટણીલક્ષી સાહિત્ય સાથે પહોંચી
ગયા છે. બીજી તરફ પેરામિલિટરી ફોર્સ, બીએસએફ દ્વારા આજથી જ મતદાન મથકોનો કબજો સંભાળી લેવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરની ચાર વિધાનસભા મત વિસ્તાર હેઠળના ડિસ્પેચિંગ સેન્ટરો ઉપર સવારથી જ ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ હાજર થઇ ગયો હતો અને થર્ડ રેન્ડમાઇઝેશનનાં પગલે કર્મચારીઓને કયા બૂથ ઉપર ફરજ બજાવવાની છે તેના ઓર્ડર મળી જતાં ચૂંટણીલક્ષી તમામ સાહિત્ય, ઇવીએમમાં બેલેટ યુનિટ, ક્ધટ્રોલ યુનિટ, વીવીપેટ સહિતની સામગ્રી સાથે બૂથ ઉપર રવાના થઇ ગયા હતા. સાથોસાથ એસટી તેમજ ખાનગી વાહનો સવારથી જ ડિસ્પેચિંગ સેન્ટરો ઉપર પહોંચી ગયા બાદ પોલીસે બૂથનો કબજો સંભાળી લીધો હતો.
અત્રે એ ઉલ્લેખનિય છે કે, રાજકોટ એસટી બસ પોર્ટ દ્વારા 98 રસ તેમજ મહાપાલિકાની 20 ઇલેકટ્રીક એસી બસ અને આરટીઓ દ્વારા રિક્વિઝીટ કરાયેલા ખાનગી વાહનો ઉપરાંત સ્કૂલ બસ ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફને લઇ જવા માટે ઉપયોગમાં લેવાયો હતો. રાજકોટ સંસદીય મત વિસ્તાર હેઠળના બૂથ ઉપર જવા માટે વિવિધ જગ્યાઓ ઉપરના ડિસ્પેચિંગ સેન્ટરો ઉપર સવારથી જ ચૂંટણી ફરજના કર્મચારીઓ હાજર થઇ ગયા હતા. રાજકોટ પૂર્વના ડિસ્પેચિંગ સેન્ટર પી.એન્ડ ટીવી શેઠ હાઇસ્કૂલ-80 ફૂટ રોડ, રાજકોટ પશ્ર્ચિમના એસ.વી. વિરાણી હાઇસ્કૂલ, રાજકોટ દક્ષિણના રણછોડદાસજી કોમ્યુનિટી હોલ, રાજકોટ ગ્રામ્યના એ.એસ. ચૌધરી હાઇસ્કૂલ ખાતેથી બપોરના 12 કલાક સુધીમાં મોટાભાગનો ચૂંટણી ફરજનો સ્ટાફ બૂથ ઉપર પહોંચી જશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર