રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટઅટલ સરોવરમાં અંધાધૂંધી: મહિલાઓની મર્યાદા લોપાઇ, લોકો વગર ટિકિટે ઘૂસ્યા!

અટલ સરોવરમાં અંધાધૂંધી: મહિલાઓની મર્યાદા લોપાઇ, લોકો વગર ટિકિટે ઘૂસ્યા!

પહેલા રવિવારે 22 હજાર ટિકિટ ફાટી: આવકના આંકડામાં ગોલમાલની શંકા, અધકચરા આયોજન વચ્ચે અટલ સરોવર ખુલ્લું મુકી દેવાયા બાદ એજન્સીના કર્મચારીઓ અને સ્માર્ટસિટીના અધિકારીઓ અને સ્ટાફ સહેલાણીઓની સગવડતા સાચવવામાં પણ કાચા પડ્યા: સિક્યુરીટીની અપુરતી સુવિધા: ટોયલેટ પણ ઓછા પડ્યા: સ્માર્ટસિટીની અસુવિધા ઉડીને આંખે વળગી

(આઝાદ સંદેશ), રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી હેઠળ ઉતાળવે ખુલ્લા મુકી દેવાયેલા અટલ સરોવરમાં અપુરતી સુવિધા વચ્ચે ગઇકાલે પહેલા જ રવિવારે 22 હજારથી વધુ સહેલાણીઓ ઉમટી પડતાં ટિકિટબારી પર અંધાધૂંધીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મહિલાઓની મર્યાદાનો પણ ભંગ થયો હતો. અનેક લોકો વગર ટિકિટે અને આડા રસ્તે અંદર ઘુસી ગયા હતા તો એજન્સીના માણસોએ પોતાના સગાસંબંધીઓ અને મળતિયાોઓને વગર ટિકિટે અંદર ઘુસાડી દીધા હતા. એજન્સીના કર્મચારીઓ પણ સહેલાણીઓની સગવડતાં સાચવવામાં ઉણાં ઉતર્યા હતા. માત્ર ટિકિટબારી જ નહીં પણ સિક્યુરીટી અને પાર્કિંગ સહિતની બાબતોમાં સગવડતાનો અભાવ ઉડીને આંખે વળગતો હતો. અટલ સરોવર આસપાસ અનેક સહેલાણીઓએ જોખમી સેલ્ફી લેતા હોવાછતાં ક્યાંય સિક્યુરીટીએ તેમને રોકવાનો કે અટકાવવાનો પ્રયાસ ર્ક્યો નહોતોે. અનેક સહેલાણીઓ અટલ સરોવરની ગ્રીલ પર બેસીને જોખમ વહોરી લીધું હતું.આગામી શુક્ર-શનિ અને રવિવાર એમ ત્રણ દિવસની જાહેર રજા સાથે વેકેશનનો માહોલ હોય અટલ સરોવરમાં ભીડ વધવાની છે. ત્યારે એજન્સી જો આવું જ અણઘડ આયોજન કરશે તો લોકોને હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો જ પડશે એ નિશ્ર્ચિત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી વિસ્તારમાં 25 એકરના અટલ સરોવર સહિત કુલ 75 એકરમાં અલગ અલગ સગવડતાંઓ ઉભી કરવામાં આવી છે. ગત તા.1 મેના રોજ અટલ સરોવર ખુલ્લું મુકાયા બાદ ગઇકાલે પહેલા જ રવિવારે સત્તાવા રીતે 22 હજારથી વધુ સહેલાણીઓ ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઇ હતી. આ કારણે અનેક લોકો આડારસ્તે અંદર ઘુસી ગયા હતા. એજન્સીના અણઘડ આયોજન અને મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના ઇજનેરો અને અન્ય અધિકારીઓએ જાણે ‘સળગતું ઘર કૃષ્ણાર્પણ’ કરી દીધુ હોય તેમ શરૂઆતના તબક્કાથી જ કોઇપણ સગવડતા સાચવવા કે સહેલાણીઓની સગવડતા સાચવવા માટે એજન્સીને જરૂરી સુચના અને તાકિદ કરવામાં હાથ ઉંચા કરી દીધા હતા. પરિણામે ગઇકાલે અટલ સરોવરમાં અંધાધૂંધી જોવા મળી હતી. ટિકિટબારી પર ભારે ભીડને કારણે મહિલાઓની મર્યાદા લોપાય તેવા દ્રશ્યો ઉભા થયા હતા. કાલે પહેલો રવિવાર હોવાછતાં અને રાજકોટની પ્રજાની તાસીર જાણતા હોવાછતાં સ્માર્ટસિટીના ઇજનરો, મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્ટાફે પરિસ્થિતિ જાણવાની દરકાર પણ કરી નહોતી. આવી જ રીતે શૌચાલય જેવી સુવિધાઓ વધારવા માટે કમિશનરે અગાઉથી તાકીદ કરી હોવાછતાં એજન્સીએ કોઇ કામગીરી ન કરતાં સહેલાણીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

ટોયટ્રેન, નૌકાવિહાર જેવી મહત્વની સેવાઓ શરૂ થશે ત્યારે શું થશે…?

અટલ સરોવરમાં હજી લેસર ફાઉન્ટેન જ શરૂ થયો છે. અને ફેરી વ્હીલ, ટોયટ્રેન નૌકાવિહાર જેવી સુવિધાઓ હવે શરૂ થવાની છે જો એક જ સુવિધામાં આટલી ભીડ થતી હોય તો જ્યારે આ સુવિધાઓ શરૂ થશે ત્યારે સ્વાભાવિક રીતે ભીડ વધવાની છે. જો એજન્સી આવી સુવિધાઓ શરૂ થયાબાદ પણ સગવડતા સાચવવામાં ઉણી ઉતરશે તો રાજકોટની જનતાના રોષનો ભોગ એજન્સી અને અધિકારીઓને બનવું પડશે એ વાત નિશ્ર્ચિત છે.

ફૂડકોર્ટ હજી પુર્ણત: શરૂ થયો નહોય લોકો ઘેરથી ટિફિન અને નાસ્તા લઇને આવ્યા

અટલ સરોવર પરિસરમાં બનાવાયેલા બે ફૂડકોર્ટ હજી પુર્ણત: શરૂ થયા નથી. આમપણ રાજકોટની પ્રજા હરવા ફરવા કે પિકનીક પર જાય ત્યારે ધેરથી નાસ્તો કે ટિફિન લઇ જવાની ટેવવાળી છે. ત્યારે આ સ્થળે બનનારા ફૂડકોર્ટનો લોકો લાભ લેશે કે કેમ ? તે પ્રશ્ર્ન પણ છે.વળી, આગામી સમયમાં આ વિસ્તારમા જો ખાણીપીણીનાં ધંધાર્થીઓ ઉભા રહેવા માંડશે તો નિશ્ર્ચિતપણે ફૂડકોર્ટ માત્ર શોભાના ગાંઠિયા જેવું બની જશે.

ફેરીસ વ્હીલનું સર્ટિફિકેટ મળી ગયું: એક-બે’દિમાં ચાલું થઇ જશે

અટલ સરોવર પરિસરમાં ઉભા કરવામાં આવેલા ફેરીસ વ્હીલનું સર્ટિફિકેટ મળ્યું નહોય આ સેવા શરૂ કરવામાં આવી નહોતી પણ હવે આર એન્ડ બી (યાંત્રિક વિભાગ) દ્વારા તેનું ફિટનેસ સર્ટિફિકેટ મળી ગયું છે. અને હવે એક બે દિવસમાં જ આ સર્વિસ ચાલું કરી દેવામાં આવશે.સહેલાણીઓએ ફેરીસ વ્હીલની મોજ માણવા પ્રતિ રાઇડ રૂ. 80 અલગથી ચુકવવા પડશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર