રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ ખાતે ઝાયડસ સુપર સ્પેશ્યાલીટી ઓપીડી સેન્ટર કાર્યરત

રાજકોટ ખાતે ઝાયડસ સુપર સ્પેશ્યાલીટી ઓપીડી સેન્ટર કાર્યરત

ઝાયડસ હોસ્5િટલ અમદાવાદ દ્વારા રીટાયર્ડ ક્લાસ-1 ઓફીસર માટે હેલ્થ ટોક યોજાઇ:

(આઝાદ સંદેશ),રાજકોટ: ઝાયડ હોસ્પિટલ, અમદાવાદ અને રીટાયર્ડ ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ ફ્રેટરનીટી એન્ડ વેલ્ફેર એસોસીએશન (એલઆઇસી) દ્વારા રીટાયર્ડ ક્લાસ-1 ઓફીસર માટે હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવેલ. જેમાં ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના નિષ્ણાંત ગેસ્ટ્રોલોજીસ્ટ હિપેટોલોજીસ્ટ ડો.હાર્દિક કોટેચા અને પેઇન મેનેજમેન્ટ સ્પેશ્યાલીસ્ટ ડો.મિલન મહેતા દ્વારા હેલ્થ રીલેટેડ પ્રોબ્લેમ્સ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવેલ. આ હેલ્થ ટોકથી લોકોને તેમના હેલ્થ રીલેટેડ પ્રશ્ર્નોના જવાબ, યોગ્ય માર્ગદર્શન સાથે મળેલ અને ખોટી માન્યતાઓનું નિરાકરણ કરવામાં આવેલ. ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા રાજકોટ ખાતે ઝાયડસ સુપર સ્પેશ્યાલીટી ઓપીડી સેન્ટર કાર્યરત છે તો જેઓને ઝાયડસ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવાનો હોય તેઓ ઝાયડસ સુપર સ્પેશ્યાલીટી ઓપીડી સેન્ટર, 101, ટાઇમ સ્ક્વેર-2, અયોઘ્યા સર્કલ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ મો.નં.98796 03030, મો.73596 30003 પર સંપર્ક કરી શકે છે. આ તકે વી.આર.વેદ દ્વારા ઝાયડસ હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવેલ તેમ ‘આઝાદ સંદેશ’ની મુલાકાતમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર