રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટ બેઠક ઉપર ગત લોકસભાની ચૂંટણીમાં 63.14% મતદાન નોંધાયુ હતું : આ...

રાજકોટ બેઠક ઉપર ગત લોકસભાની ચૂંટણીમાં 63.14% મતદાન નોંધાયુ હતું : આ વખતે મતદાન વધશે કે કેમ ?

હાઇ પ્રોફાઇલ બની ગયેલી રાજકોટ લોકસભાની બેઠક ઉપર વર્ષ-2014માં 63.59%, વર્ષ 2017 વિધાનસભામાં 69.74% અને વર્ષ-2019 લોકસભામાં 63.14% મતદાન થયું હતું : 50% મતદારો પાટીદાર જ્ઞાતિના છે ત્યારે રાજકોટ બેઠક ઉપર જ્ઞાતિવાદી સમિકરણ અને મતદાનની ટકાવારી ઉપર સૌની મીટ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી કોઇ પણ સંજોગોમાં મતદાનની ટકાવારી વધે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે

(આઝાદ સંદેશ), રાજકોટ : સમગ્ર દેશની મીટ આ વખતની લોકસભાની રાજકોટ બેઠક ઉપર છે ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલન બાદ તા. 7ના રોજ મતદાન પૂર્ણ થઇ જાય ત્યારપછી પરિણામ ઉપર ભારે ઉત્તેજના રહેશે. આ વખતે રાજકોટ લોકસભા બેઠક ઉપર પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસના બન્ને ઉમેદવારો અમરેલીના છે. ભાજપ તરફથી પરષોતમ રૂપાલા અને કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી વચ્ચે રાજકોટ લોકસભા બેઠક ઉપરનો ચૂંટણી જંગ અત્યંત રસાકસીભર્યો બની રહેશે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં 50% મતદારો પાટીદાર જ્ઞાતિના છે. જ્યારે એક ઉમેદવાર કડવા પટેલ અને બીજા લેઉવા પટેલ વચ્ચે ચૂંટણી જંગ છે. ગત લોકસભાની રાજકોટ બેઠક ઉપર 63.14 ટકા મતદાન નોંધાયુ હતું. આ વખતે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 67% ઉપર મતદાન થાય તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હીટવેવની આગાહીના પગલે રાજકોટ ચૂંટણી તંત્ર સતર્ક બની ગયું છે. અત્રે એ ઉલ્લેખનિય છે કે, વર્ષ-2019માં ભાજપને 63% અને કોંગ્રેસને 32% મત પ્રાપ્ત થયા હતા.
વર્ષ-2014માં વિજેતા બનેલા મોહનભાઇ કુંડારિયાને ભાજપે 2019માં 63.59% સરેરાશ મતદાન નોંધાયુ હતું. વર્ષ-2019માં ભાજપના મોહનભાઇ કુંડારિયાને 7.58, 645 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના લલિત કગથરાને 3,90,238 મત મળ્યા હતા. ગત લોકસભાની ચૂંટણીમાં કુલ 11 ઉમેદવાર હતા. આ વખતે વર્ષ-2024ની લોકસભાની ચૂંટણીમાં નવ ઉમેદવાર ચૂંટણી જંગના મેદાનમાં છે. વર્ષ-2024ની લોકસભાની ચૂંટણીમાં મોહન કુંડારિયા 20% વધુ મતે વિજેતા થયા હતા. વર્ષ-2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળિયાને 3,75,096 અને મોહનભાઇ કુંડારિયાને 6,21,524 મત મળ્યા હતા.

મતદાન મથકમાં પ્રવેશ અંગે ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જાહેર કરેલા નિયમો મતદાન અધિકારીઓ, હરિફ ઉમેદવાર તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાર એજન્ટ કે જેઓ સક્ષમ અધિકારીએ આપેલા ઓળખપત્ર ધરાવતા હોવા જોઇએ

(આઝાદ સંદેશ), રાજકોટ : આવતીકાલે મતદાન યોજાવા જઇ રહ્યું છે ત્યારે મતદાન મથકમાં પ્રવેશ માટે ચૂંટણી અધિકારીએ નિયમો જાહેર કર્યા છે જેનું સૌએ પાલન કરવાનું રહેશે. તા.7/5નાં રોજ મતદાન થનાર છે. મતદાન સંપુર્ણ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ થતો અટકાવવા માટે પ્રભવ જોષી, જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ જિલ્લા, રાજકોટ દ્વારા રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં કાલે તા.7/5નાં મતદાનના દિવસે પ્રત્યેક મતદાન મથકમાં ચૂંટણી ફરજ સિવાયના કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મતદાન અધિકારીઓ, હરીફ ઉમેદવાર તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાર એજન્ટ કે જેઓ સક્ષમ અધિકારીએ આપેલ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિઓ કે જેઓ સક્ષમ અધિકારીએ ઈસ્યુ કરેલ પ્રવેશ પાસ ધરાવતા હોય, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ (આ અર્થમાં પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓનો તેમજ રાજય કે કેન્દ્ર સરકારના મંત્રીઓનો સમાવેશ થતો નથી.) ચૂંટણી પંચે નિયુકત કરેલ નિરિક્ષકો, માઈક્રો ઓબ્ઝવર્સ, વીડીયોગ્રાફર્સ, ફોટોગ્રાફર્સ, અગત્યના સંવેદનશીલ મતદાન મથકોની બાબતમાં વેબકાસ્ટીંગ માટેનો કર્મચારી વર્ગ (મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય તે રીતે વીડીયોગ્રાફી કરવાની રહેશે.), સબંધિત મતદાન મથકે નોંધાયેલ મતદાર ચૂંટણી પંચે ઠરાવેલ ઓળખના પુરાવા સાથે માત્ર મતદાનના હેતુ માટે દાખલ થઈ શકશે, તેમજ મતદારે તેડયું હોય તે બાળક, કોઈની મદદ વગર હરી ફરી શકે તેમ ન હોય તેવા અંધ કે અશકત મતદારની સાથે આવતી વ્યકિત, મતદારોને ઓળખી બતાવવા કે મતદાનના કાર્યમાં તેમને બીજી કોઈ રીતે મદદ કરવા માટે પ્રમુખ મતદાન અધિકારીએ નિયુકત કરેલ વ્યકિત સિવાય અન્ય કોઈ મતદાન મથકમાં પ્રવેશી શકશે નહીં. ઉપરોક્ત હુકમ તા.7/5/24ના દિવસ તેમજ કોઈ મતદાન મથકે પુન:મતદાન લેવાનો પ્રશ્ર્ન ઉપસ્થિત થાય તો તેવા મતદાનની તારીખ માટે અમલમાં રહેશે. આ હુકમના કોઈ પણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 મુજબની શિક્ષાને પાત્ર થશે.

ચૂંટણી માટે 3602 બેલેટ યુનિટ 2976 ક્ધટ્રોલ યુનિટ અને 3489 વીવીપેટનો ઉપયોગ

રાજકોટ લોકસભા બેઠક ઉપર કાલે મંગળવારે 2036 મતદાન મથકો ઉપર 21,12,273 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આજે ડિસ્પેચિંગ સેન્ટરો ઉપરથી ચૂંટણી ફરજ ઉપરનો સ્ટાફ ઇવીએમ સાથે રવાના થઇ ગયો હતો. 2036 બૂથ ઉપર 10% ઇવીએમ રિઝર્વ રાખવામાં આવ્યા છે. છેલ્લી ઘડીએ ટેકનિકલ કારણોસર કયાંય ઇવીએમમાં ખામી ન સર્જાય તે માટે બેલ કંપનીના ઇજનેરો સ્ટેન્ડ ટુ રહેશે. રાજકોટ બેઠક માટે 3602 બેલેટ યુનિટ, 2976 ક્ધટ્રોલ યુનિટ, 3489 વીવીપેટનો ઉપયોગ થશે. કુલ મતદાન મથકો (11 પુરક મતદાન મથક) સહિત (2236)ના 50% લેખે 1118 મતદાન મથકો ઉપર વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર