રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટરાજકોટના પોલીસકર્મીના માતા-પિતાને મરવા મજબૂર કરનાર વ્યાજખોર અશ્વિન મારૂની ધરપકડ

રાજકોટના પોલીસકર્મીના માતા-પિતાને મરવા મજબૂર કરનાર વ્યાજખોર અશ્વિન મારૂની ધરપકડ

(આઝાદ સંદેશ),રાજકોટ: રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતિએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા પાસે સજોડે ઝેરી દવા પી લેતા તેમના પોલીસમેન પુત્રએ રાજકોટના બે વ્યાજખોરો વિરૂદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગણતરીની કલાકોમાં એલસીબીએ દિવ્યેશ ડવની ધરપકડ કરી ટંકારા પોલીસને સોપ્યો હતો.
ગત તા.30 એપ્રિલના રોજ ટંકારા તાલુકાના છતર ગામની સરકારી શાળા નજીક હડાળા ગામે રહેતા નિલેશભાઇ મનસુખભાઇ ખુંટ અને ભારતીબેન નિલેશભાઇ ખુંટ નામના દંપતિએ સજોડે ઝેરી દવા પી લેતા બંન્નેના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ પાછળ વ્યાજખોરોના ત્રાસ કારણભુત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ બનાવ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્ર્નર કચેરી ખાતે ફરજ બજાવતા અને 80 ફુટ રોડ પર ભક્તિ સાનિઘ્યમાં રહેતા મુળ હડાળા ગામના મિલનભાઇ નિલેશભાઇ ખુંટે ટંકારા પોલીસ મથકમાં આરોપી અશ્ર્વિન રાવતભાઇ મારૂ અને માધવ ઇલેક્ટ્રોનિક્સ વાળા દિવ્યેશ આહીર રહે.બંન્ને રાજકોટ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું કે, એક વર્ષ અગાઉ તેમના પિતા નિલેશભાઇને સબમર્શીબલના ધંધામાં ખોટ જતા આરોપી અશ્ર્વિન રાવતભાઇ મારૂ પાસેથી 4 લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા અને આરોપી દિવ્યેશ મારૂ પાસેથી પણ રૂપિયા 50 હજાર 3 ટકા વ્યાજે લઇ નિયમિત વ્યાજ ચુકવતા હોવા છતાં બંન્ને વ્યાજખોરો ત્રાસ આપતા હતા. વધુમાં પોલીસમેન પુત્રને આ બાબતની જાણ તેમના પિતા નિલેશભાઇએ કરતા મિલનભાઇએ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાવવા કહ્યું હતું પરંતુ તેમના પિતા નિલેશભાઇએ વ્યાજખોરોને મકાન વેચીને પણ નાણા ચુકવી દેવાનું કહી વ્યાજ ભરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, આમ છતાં વ્યાજખોરોએ ત્રાસ આપતા માતાપિતાએ આ પગલું ભર્યું હોવાનું જાહેર કરતા ટંકારા પોલીસે બંન્ને વ્યાજખોરો વિરૂદ્ધ નાણાં ધીરધારની કલમો મુજબ ગુનો નોંધાવતા પોલીસે રાજકોટના બંન્ને વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર