રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતઅમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત તમામ નિર્દોષ

અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત તમામ નિર્દોષ

ભાજપના નેતા ઉપરાંત કેસના તમામ આરોપીઓને છોડી મુકવા માટે હાઈકોર્ટનો આદેશ : આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની 2010માં હત્યા કરવામાં આવી હતી

(આઝાદ સંદેશ) રાજકોટ : 14 વર્ષ અગાઉ ગુજરાતના રાજકારણને હચમચાવી નાખનારા કેસમાં ભાજપ નેતા અને જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યાકાંડ કેસમાં આજે હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં દિનુ બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છૂટકારો થયો છે. ખાસ વાત છે કે, સત્યની શોધમાં તપાસ એજન્સી, પ્રોસિક્યૂશન નિષ્ફળ રહ્યાંનો આજે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન મત નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઇકોર્ટ નજીક હત્યા થઇ હતી. તેની ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારીને હત્યા કરાઇ હતી. જે પછી હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીએની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભાજપ નેતા દિનુ બોઘા સોલંકીની પણ ધરપકડ કરાઇ હતી. હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર બહાર હતા. ત્યારે હવે તેમને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે અને હાઈકોર્ટે તેમના સહિત તમામ આરોપીઓને છોડી મુકવા આદેશ કર્યો છે. મળતી માહિતી મુજબ, ગત 20
જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્યમેવ કોમ્પલેક્સ નજીક સાંજે આરટીઆઇ એક્ટિવિસ્ટ અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે, દીનુ બોઘાથી તેમના જીવને જોખમ છે. આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા જૂનાગઢના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. કેસમાં સોલા પોલીસ બાદ સીટની રચના થઈ, જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન એસપીને જવાબદારી સોંપવામાં આવી હતી. દરમિયાન ભીખાભાઇ જેઠવાએ કેસની તાપસ ઈઇઈંને સોંપવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરી, જે કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર