શુક્રવાર, ઓક્ટોબર 18, 2024

ઈ-પેપર

શુક્રવાર, ઓક્ટોબર 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છપોરબંદરમાં સમુદ્રમાં ગરકાવ થયેલા કોસ્ટગાર્ડ કર્મીનો સવા મહિને મૃતદેહ મળ્યો

પોરબંદરમાં સમુદ્રમાં ગરકાવ થયેલા કોસ્ટગાર્ડ કર્મીનો સવા મહિને મૃતદેહ મળ્યો

મૃતક કમાન્ડન્ટ રાકેશકુમાર રાણાની કોસ્ટગાર્ડની પરંપરા મુજબ સન્માન સાથે કરવામાં આવશે અંતિમવિધિ

(આઝાદ સંદેશ),રાજકોટ: પોરબંદરના સમુદ્રમાં ઘાયલ ક્રુ મેમ્બરને બહાર કાઢવા માટે ગયેલ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં સવા મહીના પહેલા ક્રેસ થયું હતું. જેમાં બે કોસ્ટગાર્ડ કર્મીના મૃતદેહ જે તે સમયે મળી આવ્યા હતા અને એકનો બચાવ થયો હતો. જ્યારે એક પાઇલોટ અફાટ સમુદ્રમાં ગુમ થઇ ગયા હતા. જેનો મૃતદેહ મળી આવ્યાનું કોસ્ટગાર્ડે જાહેર કર્યું છે.
મળતી માહિતી મુજબ બીજી સપ્ટેમ્બરે રાત્રે પોરબંદર નજીકના સમુદ્રમાંથી પસાર થતી શીપ હરિલીલામાં કોઇક મેમ્બરને ગંભીર ઇજા થતા કોસ્ટગાર્ડની મદદ માંગવામાં આવી હતી. આથી કોસ્ટગાર્ડના એડવાન્સ લાઇટ હેલીકોપ્ટર 663 દ્વારા ઉડાન ભરવામાં આવી હતી અને ઘાયલ ક્રુ મેમ્બરને બહાર કાઢવા ગયા ત્યારે કોઇ કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થતા કોસ્ટગાર્ડના ચારેય જવાનો દરિયામાં પડી ગયા હતા. જે પૈકી એકનો બચાવ થયો હતો. જ્યારે કમાન્ડન્ટ વિપીન બાબુ અને પ્રધાન નાવિક કરણસિંહના મૃતદેહ સહીત હેલિકોપ્ટરનો કાટમાળ બીજે દિવસે મળ્યો હતો પરંતુ ત્યારબાદ પાયલોટ કમ કમાન્ડન્ટ રાણા સમુદ્રમાં ગુમ થઇ ગયા હતા. ઇન્ડીયન કોસ્ટગાર્ડ તથા ભારતીય નૌકાદળ સહીત દરિયાઇ સુરક્ષા એજન્સીના જવાનો દ્વારા રેસ્કયુ મીશનના કમાન્ડન્ટ રાકેશકુમાર રાણાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ અતોપતો મળ્યો ન હતો. ગુમ થયેલા પાયલોટને શોધવા માટે કોસ્ટગાર્ડ અને નેવીએ સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને 70 જેટલી હવાઇ ઉડાન અને જુદી જુદી સીપ દ્વારા 82 જેટલા રાઉન્ડની શોધખોળ બાદ અંતે પાર્થિવદેવ મળ્યાનું કોસ્ટગાર્ડે જાહેર કર્યું છે. જેમાં પોરબંદરથી 55 કિમી દુર દક્ષિણ પશ્ર્ચિમમાંથી રાકેશકુમાર રાણાનો મૃતદેહ મળી આવતા કોસ્ટગાર્ડની સેવા અને પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. પોતાની ફરજ દરમિયાન જીવનની આહુતિ આપનાર ત્રણે કોસ્ટગાર્ડ કર્મચારીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર