સોમવાર, મે 6, 2024

ઈ-પેપર

સોમવાર, મે 6, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયવડાપ્રધાન મોદીએ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત

વડાપ્રધાન મોદીએ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથે ટેલિફોન પર વાત કરી છે. તેમણે ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. ઇટલીમાં G7 સમિટમાં ભારતને આમંત્રણ આપવા બદલ પીએમ મોદીએ આભાર પણ માન્યો. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબુત બનાવવા અંગે તેમના વિચારોનો પુનરોચ્ચાર કર્યો. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે.

પીએમ મોદીએ (PM Narendra Modi) સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે તેમણે વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની (Georgia Meloni) સાથે વાત કરી અને ઇટલીને તેના મુક્તિ દિવસ પર શુભેચ્છા પાઠવી. જૂનમાં G7 સમિટમાં તેમને આમંત્રણ આપવા બદલ તેમનો આભાર માન્યો. ભારતમાં યોજાયેલા G20 ના પરિણામોને G7માં આગળ વધારવાની ચર્ચા કરી. અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો.

G7 સમિટ આઉટરીચ સત્ર 13 જૂનથી 15 જૂન દરમિયાન યોજાશે. PM મોદી અને PM જ્યોર્જિયા મેલોનીએ ઇટલીની અધ્યક્ષતામાં યોજાનાર G7 સમિટમાં ભારતની G20 અધ્યક્ષતાના મહત્ત્વના પરિણામોને આગળ વધારવા, ખાસ કરીને ગ્લોબલ સાઉથને પ્રોત્સાહન આપવા માટેની રીતો પર પણ ચર્ચા કરી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર