રવિવાર, મે 19, 2024

ઈ-પેપર

રવિવાર, મે 19, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયઅમેઠીમાં મોડી રાતે બબાલ, કોંગ્રેસના કાર્યાલય બહાર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ

અમેઠીમાં મોડી રાતે બબાલ, કોંગ્રેસના કાર્યાલય બહાર પાર્ક કરાયેલા વાહનોમાં તોડફોડ

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી વચ્ચે અમેઠી એવી બેઠક રહી છે જે મોટાપાયે ચર્ચામાં રહે છે. કેમ કે આ બેઠક અત્યાર સુધી કોંગ્રેસના ગાંધી પરિવારનું ગઢ મનાતી હતી. જોકે તાજેતરમાં અમેઠી ફરી એકવાર ચર્ચામાં છે અને કારણ જુદું છે. માહિતી અનુસાર અહીં કોંગ્રેસના કાર્યાલય પર તોફાની તત્વો દ્વારા મોડી રાતે હુમલો કરાયો હતો.

માહિતી અનુસાર તોફાની તત્વોએ આ હુમલો કર્યો હતો. અહીં હુમલાખોરોએ પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ મચાવી હતી અને સંપત્તિને ભારે નુકસાન પહોંચાડ્યું હતું જેના પગલે વિસ્તારમાં અરાજકતા ફેલાઈ હતી. જોકે હુમલો કર્યા બાદ બદમાશો ફરાર થઇ ગયા હતા. જેવી જ આ ઘટનાની જાણકારી પોલીસ મળી કે તે તરત પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસે આ હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે.

ટ્વિટર પર પોસ્ટ કરતાં કોંગ્રેસે લખ્યું કે યુપીના અમેઠીમાં સ્મૃતિ અને ઈરાની અને ભાજપના કાર્યકરો ડરી ગયા છે. હાર ભાળી જતાં ભાજપના ગુંડાઓએ લાઠી-દંડા વડે અમેઠીના કોંગ્રેસના કાર્યાલયે હુમલો કરી દીધો. ગાડીઓમાં તોડફોડ મચાવી. અમેઠીના લોકો પર જીવલેણ હુમલો કરાયો. અનેક લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. પોલીસ તંત્ર પણ મૂકદર્શક બનીને જોતું રહ્યું. આ ઘટના સાક્ષી છે કે અમેઠીમાં ભાજપ ખરાબ રીતે હારશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર