શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાષ્ટ્રીયમહારાષ્ટ્રમાં દુર્ઘટના : સુષ્મા અંધારેને લેવા માટે આવેલું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સુરક્ષિત

મહારાષ્ટ્રમાં દુર્ઘટના : સુષ્મા અંધારેને લેવા માટે આવેલું હેલિકોપ્ટર ક્રેશ, પાયલોટ સુરક્ષિત

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં લેન્ડિંગ દરમિયાન ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થવાની માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર શિવસેના (યુબીટી)ના ઉપનેતા અને પ્રવક્તા સુષ્મા અંધારેને લેવા જઈ રહ્યું હતું. સદનસીબે પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. સુષ્મા અંધારેએ આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેમાં એવું જોવા મળે છે કે હેલિકોપ્ટર અજાણ્યા સ્થળે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું અને અચાનક લપસી ગયું, સંતુલન ગુમાવ્યું અને પછી ક્રેશ થઇ ગયું.

પાયલોટે પોતાનો જીવ બચાવવા માટે હેલિકોપ્ટરમાંથી કૂદવાનું નક્કી કર્યું. તે કૂદકો મારતાં સહેજમાં બચી ગયા, પણ ઈજાગ્રસ્ત થયા. જો કે, રાયગઢના મહાડ શહેરમાં થયેલા અકસ્માતમાં સફેદ અને વાદળી રંગની રોટરી-વિંગરને ખૂબ જ નુકસાન થયું હતું. ઘટનાની તપાસ માટે પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ દરમિયાન અંધારે કારમાં ચૂંટણી પ્રચાર માટે નીકળ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે હેલિકોપ્ટર શિવસેનાના નેતા સુષ્મા અંધારેને લોકસભા ચૂંટણીના સંદર્ભમાં એક જાહેર રેલીમાં લઇ જવા માટે આવ્યું હતું. જ્યારે પાયલોટે સવારે લગભગ 9.30 વાગ્યે મહાડમાં એક અસ્થાયી હેલિપેડ પર ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર