વરસાદી પાણી ભરાવાના સ્થળોએ તાત્કાલિક નિકાલ માટે મહાનગરપાલિકા તંત્ર દર વષેર્ર્ ચોમાસાની ઋતુમાં સજ્જ થાય છે પણ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોઇ પગલાં લેવાતાં નથી : પ્રિ-મોન્સુન કામગીરીમાં પણ પાણીમાં ગરકાવ થતા રોડ રસ્તાઓ માટે ચર્ચાને અવકાશ હોતો નથી !
(આઝાદ સંદેશ) રાજકોટ: રાજકોટમાં એકસાથે ચાર ઇંચથી વધુ વરસાદ પડે તો પણ શહેરના અનેક માર્ગો નદી તળાવમાં ફેરવાઇ જાય છે. અને શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ, વરસાદી ઋતુમાં તો પાણી ભરાય એવી માન્યતા ધરાવતા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ચોમાસા દરમિયાન પ્રિમોન્સુન કામગીરીની સાથે શહેરના જાહેર માર્ગો પર ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વર્ષોથી કોઇ આયોજન કરતી નથી. આ કારણે દર ચોમાસામાં રોડ રસ્તા પણ વરસાદી પાણીની નદીઓ ફરી વળવાની સમસ્યા શહેરીજનો માટે સમસ્યાની હારમાળા સર્જી રહ્યા છે.
આ વર્ષે ચોમાસાની શરૂઆત થવા છતાં પણ રાજકોટમાં હજી નોંધપાત્ર વરસાદ થયો નથી. પણ જો એક સાથે ચાર ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડે તો શહેરના રાજમાર્ગો અને જાહેરમાર્ગો વરસાદી પાણીમાં ડુબી જાય છે અને પરિણામે રોડ રસ્તાઓ પણ ખાડાંનું સામ્રાજ્ય પણ સર્જાય છે. રાજકોટમાં ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના ત્રણેય ઝોનના અલગ અલગ વિસ્તારોમાં 87 જેટલાં જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા રહે છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોવાના પોકળ દાવાઓ વચ્ચે પાણી ભરાવાની સમસ્યા દુર થતી નથી. આ વર્ષે પણ વરસાદી સીઝન દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નિયુક્ત એજન્સીના માણસો સતત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે. જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે ત્યાં તાત્કાલિક ધોરણે પંપિંગ મશીનરી તથા અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ માટે ત્રણેય ઝોનમાં અલગ અલગ 87 માર્ગોની યાદી મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે. નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વાહન વ્યવહાર તથા જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. ઉપરાંત સંબંધિત વિભાગોની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે જેથી જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરી શકાય.જે વોર્ડમાં અને વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તેમાં વોર્ડ નં.3માં પોપટપરા નાળું, વોર્ડ નં.5માં શિવનગર- મણીનગર મેઈન રોડ, વોર્ડ નં.15માં 80 ફૂટ રોડ, સત્યમ પાર્ક વોર્ડ નં.16માં જંગલેશ્ર્વર આજી નદી એકતા કોલોની, વોર્ડ નં.2માં નહેરૂનગર – 1 આઝાદ ચોક, રામેશ્ર્વર ચોક,સુભાષનગર – 8 અ, વોર્ડ નં.14માં લલુડી વોકળી વોર્ડ નં.1માં મારવાડી વાસ,ઇન્દીરાનગર, ભારતીનગર, અક્ષરનગર,સત્યનારાયણ નગર, શ્યામનગર, શાહનગર અને શકિતનગર વોર્ડ નં.8માં બીગ બજાર પાસે તથા કરણ પાર્ક, 150 ફુટ રીંગ રોડ તથા અમીન માર્ગના કોર્નર પર, 150 ફુટ રીંગ રોડ નાનામવા ચોક, વિદ્યાકુંજ મેઇનરોડ થી જલારામ હોસ્પિટલવાળા મેઇન રોડ થઇ પંચવટી મેઇન રોડ પર શ્રી નાથજી ટાવર પાસે, આઝાદ ચોક, રૈયા રોડ, અક્ષર માર્ગ, ચિત્રકુટ ર/3નાં ખૂણા પાસે, નાનામવા મેઇન રોડ / લક્ષ્મીનગર મેઇન રોડ કોર્નર પાસે વોર્ડ નં.9માં ગુરૂજી નગર હોકર્સ ઝોન પાસે, નટરાજનગર, રાજીવ ગાંધી આવાસ પાછળ, રૈયા સી.સી. રોડ પર આલાપ ગ્રીન સીટીથી રૈયા ગામ જતાં જમણી બાજું, વોર્ડ નં.10માં રાવલનગર બગીચા પાસે, દોશી પ્લાઝા યુનિવર્સીટી રોડ, પુષ્કરધામ મેઇન રોડ પર કેવલમ રેસી. આવાસ યોજના, શ્રી નાથજી સોસાયટી, ગુંજન પાર્ક મેઇન રોડ, વૃંદાવન સોસાયટી શેરી નં.-1, ર, 3 તેમજ 150 ફૂટ રીંગ રોડ રૈયા ટેલિફોન એક્સચેન્જ સામે, 150 ફૂટ રીંગ રોડ મોદી સ્કૂલ પાસે વોર્ડ નં.11માં મિલેનીયમ હાઇટસની સામે (બી.આર.ટી.એસ. રૂટ), સ્પીડવેલ ચોક થી જેટકો ચોકડી સુધીનો 80 ફુટ રોડ, બાપા સીતારામ ચોક, વોર્ડ નં.12માં ગોકુલધામ મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ (ઉમિયા ચોક), મવડી સર્કલ, વાવડી ગામ તળ અને વિશ્ર્વકર્મા સોસાયટી મેઇન રોડ, વોર્ડ નં.3માં રેલનગર અન્ડરબ્રીજ, મીયાણાવાસ, માધાપર ચોકડી, વોર્ડ નં.7માં ડો.યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે, સદર ઇગલ પેટ્રોલપંપ પાસે, વોર્ડ નં.13માં ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પમ્પ, રાજેશ્રી બજાજ, માનસતા ગાર્ડન અને પી.ડી.માલવીયા કોલેજ વોર્ડ નં.14માં પારડી રોડ, સોરઠીયા વાડી સર્કલ, આનંદનગર ખોડિયાર ચોક પાસે જેવા રાજમાર્ગો અને મુખ્યમાર્ગો પર પાણી ભરાવાની સમસ્યા શહેરીજનો માટે માથનો દુખાવો બનશે.
આ રોડ રસ્તા ઉપરાંત વોર્ડ નં.17માં નંદા હોલ પાસે કોઠારીયા મેઇન રોડ, ઘનશ્યામનગર સિંદુરીયા ખાણ, વોર્ડ નં.5માં અવધપુરી સોસાયટી, આડો પેડક રોડ, વોર્ડ નં.6માં સંત કબીર રોડ ભાવનગર રોડના ખૂણે, વોર્ડ નં.15માં આરાધના સોસાયટી, વિજયનગરના વોંકળા પાસે, વોર્ડ નં.16માં આશાપુરા નગર શેરી નં.2ના છેડે, નંદા હોલ પાસે, વોર્ડ નં. 18માં બોલબાલા રોડ NHAI, રિધ્ધિસિધ્ધિ નાલા, કોઠારીયા ચોકડી, વોર્ડ નં.12માં પુનિત નગર 80 ફુટ રોડ, સુખસાગર સોસાયટી / માધવ વાટીકા-3ની ગોળા તેમજ 150 ફુટ રીંગ રોડ મવડી ફલાય ઓવર બ્રીજનાં છેડે આર.કે. પ્રાઇમ પાસે, વોર્ડ નં 10માં એમ.જી.હોસ્ટેલ પાસે, કાલાવડ રોડ વોર્ડ નં.4માં ચંદ્ર પાર્ક, સેટેલાઈટ ચોક -80 ફૂટ રોડ, ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ,ગણેશ પાર્ક ,રામાણી પાર્ક, ભગવતીપરા મેઇન રોડ મહાકાલેશ્ર્વર મંદિર, 50 ફૂટ રોડ, તિરુપતિ મેઈન રોડ (સુરાપુરા વાળો રોડ), આસ્થા વેન્ટીલા મેઇન રોડનો સમાવેશ થાય છે. જ્યારે વોર્ડ નં.5માં ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, સદગુરુ રણછોડનગર વોર્ડ નં.6માં સીતારામ રોડ, જય અંબે ઇન્ડસ્ટ્રીઝ, માંડા ડુંગર, શાળા નં.13 પાસે શક્તિ સોસાયટી, ભાવનગર રોડ, માન સરોવર પાર્કનો એપ્રોચ, વોર્ડ નં.15માં ખોડીયારપરા વિસ્તાર, આજી જી.આઈ.ડી.સી.ની બાજુમાં, 80 ફૂટ રોડ વોર્ડ નં. 18માં તાલુકા શાળા રોડ પર પ્રથમ એવન્યુ એપાર્ટમેન્ટ પાસે, સરદાર ઈન્ડસ્ટ્રીઝ પાસે 24 મીટર રોડ, પટેલ ચોક, શ્રધ્ધા 40 ફૂટ રોડ, ડીમાર્ટ પાસે, સાઈબાબા સર્કલ વોર્ડ નં.7માં રામનાથપરા – 4, વોર્ડ નં.1માં રામાપીર સર્કલ તથા શીતલ પાર્ક સર્કલ, 150 ફુટ રીંગ રોડ, વોર્ડ નં.8માં પર્ણકુટી મેઇન રોડ અતિથી ચોક થી મોદી સ્કૂલ, વોર્ડ નં.2માં કાશી વિશ્ર્વનાથ પ્લોટ મેઇન રોડ, જામનગર રોડ, ગાયત્રીધામ સોસાયટી, વોર્ડ નં.3માં શેઠનગર, જામનગર રોડ, વોર્ડ નં.7માં ટાગોર રોડ હેમુ ગઢવી હોલ પાસે, ડો.યાજ્ઞિક રોડ, જાગનાથ પ્લોટ મહાકાળી મંદિર રોડ અજય એપાર્ટમેન્ટ પાસે,તેમજ ગાંધી મ્યુઝિયમ સામેના ભાગમાં પંચનાથ પ્લોટ મેઇન રોડ, ગેલેકસી કોમ્પલેક્ષ કિરણ ઇલેકટ્રીક પાસે અને વોર્ડ નં. 17માં નારાયણનગર, ઢેબર રોડ આરોગ્ય કેન્દ્ર, તેમજ ઢેબર કોલોની ગાયત્રી મેઇન રોડ પે યુઝ ટોયલેટ પાસે જેવા કુલ 87 વિસ્તારોના જાહેર માર્ગો પાણીમાં ડુબશે


