શનિવાર, મે 4, 2024

ઈ-પેપર

શનિવાર, મે 4, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલસવાર-સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા,

સવાર-સવારમાં ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા,

નવી દિલ્હી : પ્રકૃતિ આપણને એ બધુ જ આપે છે જે આપણે ઈચ્છીએ. તેની અંદર તમામ પ્રકારની સુખ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. એવી જ રીતે સ્વસ્થ્ય જીવન માટે પણ પ્રકૃતિનો સાથ ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે સમયની કમી છે તો બસ થોડા સમય ખુલ્લા પગ ઘાંસ વાળા પાર્કમાં ચાલો. ઘાસ પર ચાલવાથી તમને અનેક ફાયદા મળશે. આ વાતનો ખાલો એક રિસર્ચમાં પણ થયો છે. એક સ્ટડી અનુસાર આજે લોકો સૌથી ખરાબ સમયમાં રહી રહ્યા છે. કારણ કે પર્યાવરણ સાથે તેમનું કનેક્શન વધારે નથી. સ્ટડીમાં એવુ પણ જણાવવામાં આવ્યું છે કે ધરતીના ઈલેક્ટ્રોનથી જો વ્યક્તિ જોડાઈ જશે તો તેમના જીવનમાં ઘણા પ્રકારના મનોવૈજ્ઞાનિક ફેરફાર આવે છે.

સ્ટ્રેસમાંથી મળે છે આરામ : સવારે સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી મગર શાંત રહે છે. સવારે ફ્રેશ હવા, સુરજની રોશની, ગ્રીનરી મગજને ફ્રેશ કરી દે છે. આ પ્રકારે રોજ ઘાસ પર ચાલવાથી તમે ખૂબ જ રિલેક્સ અને ડિપ્રેશનથી દૂર રહો છો માટે રોજ ખુલ્લા પગે ઘાસ પર જરૂર ચાલવું જોઈએ.

ઊંઘમાં ખલેલ નહીં આવે : આજના સમયમાં દરેક બીજો વ્યક્તિ ખરાબ ઊંઘના કારણે પરેશાન છે. એવામાં તમે પણ સુકૂનની ઊંઘ લેવા માંગો છો તો આજથી જ લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાનું શરૂ કરી દો. દરરોજ કમસે કમ અડધો કલાક ઘાસ પર જરૂર ચાલો.

દિવસ રહેશે ફ્રેશ : દરરોજ ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી હાર્ટને ખૂબ જ ફાયદો મળે છે. ઘાસ પર ચાલવાથી હાર્ટ બીટ અને બ્લડ પ્રેશર સંતુલિત રહે છે.

આંખો માટે છે બેસ્ટ : ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી આંખો પણ સ્વસ્થ્ય રહે છે. કહેવાય છે કે ઘાસ પર ચાલવાથી આંખોની રોશની પણ વધે છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર