શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeસૌરાષ્ટ્ર - કચ્છસૌરાષ્ટ્ર કચ્છમાં આચારસંહિતાના અમલીકરણ માટે ક્ષત્રિય ગિરાસદાર સેના દ્વારા ફ્લાઈંગ સ્કવોડની રચના

સૌરાષ્ટ્ર કચ્છમાં આચારસંહિતાના અમલીકરણ માટે ક્ષત્રિય ગિરાસદાર સેના દ્વારા ફ્લાઈંગ સ્કવોડની રચના

મતદારોને શાસકો દ્વારા જ્યાં ખોટું થતું હોય ત્યાં જે તે જિલ્લામાં પ્રતિનિધિને જાણ કરવા અપીલ

(આઝાદ સંદેશ), રાજકોટ : ક્ષત્રિય ગિરાસદાર સેનાની યાદી મુજબ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ દરેક રાજકીય પક્ષોએ આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો થાય છે. 7મે 2024ના રોજ લોકસભાની રાજ્યભરમાં ચૂંટણી હોય ત્યારે ભાજપ દ્વારા સામ-દામ-દંડ ની નીતિ અપનાવી દરેક વખતે દાદાગીરી ચલાવવામાં આવતી હોય છે પરંતુ આ વખતે ભાજપની દાદાગીરી ને નેસ્ત નાબૂદ કરવા અને ભાજપના ગુંડાઓને ભરી પીવા ક્ષત્રિય સંકલન સમિતિના માર્ગદર્શન ક્ષત્રિય ગિરાસદાર સેનાના ચુનંદા અને સિનિયર સામાજિક આગેવાનોની એડવોકેટોની ટીમ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે.
શાસકો દ્વારા મતદાન મથક સુધી મતદારોને પહોંચાડવા પ્રલોભન આપી વાહનોની વ્યવસ્થા કરવામાં આવે છે જે સદંતર ગેરકાયદે છે. પ્રિસાઇડિંગ ઓફિસરની હાજરીમાં ઉમેદવારનો મતદાર ક્રમાંક આપી ઈશારા થી મતદાન કરાવતા હોય છે. 100 અને 200 મીટરમાં પણ ભાજપનો પ્રચાર કરવામાં આવતો હોય છે. મતદાન મથક ની આજુબાજુમાં ઝંડી તથા પ્રચારાત્મક બોર્ડ જોવા મળતા હોય છે અને આ માટે 100 મીટરમાં નિયુક્તિ થયેલા પોલીસ અધિકારીઓ આંખમિચામણા કરતા હોય છે અને આચારસંહિતા નો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવતો હોય છે. શાસક પક્ષને કાબુમાં રાખવા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ક્ષત્રિય ગિરાસદાર સેનામાં ફ્લાઈંગ સ્કવોડ ની રચના કરવામાં આવી છે. જે સ્કવોડ રાજકોટ ક્ષત્રિય સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ કાર્યરત રહેશે. જેમાં ચુનંદા અને સિનિયર સામાજિક આગેવાનો રાજકોટમાં ગજેન્દ્રસિંહ ઝાલા (મો :- 94262 29396), ભાવનગરમાં ગોહિલ ભુપેન્દ્રસિંહજી (મો :- 99789 91142), અમરેલીમાં નરેન્દ્રભાઈ વરુ (મો :- 94262 52500), સુરેન્દ્રનગરમાં કિશોરસિંહ રાણા (મો :- 98982 99944) લીગલ એડવાઈઝર તરીકે એડવોકેટ ઇન્દુભા રાઓલ (મો :- 98250 86277)ની નિયુક્તિ કરવામાં આવી છે. મતદારોને અપીલ કરવામાં આવે છે કે જ્યાં પણ શાસકો દ્વારા ખોટું મતદાન કે અન્ય કોઈ ગેરરીતી જણાયે જે તે જિલ્લાના પ્રતિનિધિને જાણ કરવી.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર