શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeગુજરાતપ્રિયંકા ગાંધીએ કર્યો પ્રહાર: 'ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક...

પ્રિયંકા ગાંધીએ કર્યો પ્રહાર: ‘ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા’

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર માટે પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધિત કરી હતી. ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા,લોકોને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે અગ્નિવીર યોજનાથી યુવાનો સેનામાં જતા નથી. અમારી સરકાર આવશે તો અમે 30 લાખ સરકારી પદો પર ભરતી કરીશું. સ્નાતક યુવાનો માટે એપ્રેટિસ પ્રોજેક્ટ લાવીશું. ખાનગીકરણથી અનામત મળતું નથી. ભાજપે 10 વર્ષમાં શું કર્યુ તેનો જવાબ આપે. ભાજપે લોકોની વચ્ચે નફરતના બીજ વાવ્યા છે.

આઉટ સોર્સિંગ,કોન્ટ્રાક્ટ પર રોજગાર આપવામાં આવી રહ્યો છે.ભાજપ પ્રહાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ભાઇને એ શહેઝાદા કહે છે પણ શહેઝાદા ચાર હજાર કિ.મી પગપાળા ચાલ્યા છે. ખેડૂતો,શ્રમિકો, બહેનાના હાલચાલ પૂછ્યા છે. વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓ ખુલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓની મોંઘીદાટ ફી ભરવી પડી રહી છે. સમગ્ર દેશમાં આજે પેપર લીક થાય છે. ભરતીની પરીક્ષા બાદ વર્ષો સુધી રોજગારીની રાહ જોવી પડી રહી છે. ભાજપની સરકારમાં 10 વર્ષમાં 14 વખત પેપર લીક થયા છે. કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ ખાલી છે. મોંઘવારીથી જનતા પરેશાન છે. ખેતીના દરેક સામાન પર GST લાગે છે. જે અવાજ ઉઠાવે છે તે અવાજ દબાવી દેવામાં આવે છે.

પ્રિયંકા ગાંધીએ ક્ષત્રિય આંદોલનનો મુદ્દો ઉઠાવ્યો હતો. ક્ષત્રિય મહિલાઓ પર અત્યાચાર થયો છે. જ્યાં પણ મહિલાઓ પર અત્યાચાર થયો ત્યાં ભાજપની સરકાર છે. ખેડૂતો માટે MSPને લઈને કાયદો બનશે. ખેડૂતોના દેવા માફી માટે આયોગ બનશે. ખેતીના તમામ સામાનોથી GST હટાવીશું. પાક નુકસાનીના 30 દિવસમાં વળતર મળશે. શ્રમિકોને રોજના 400 રૂપિયા મળશે. પરિવારની મોટી મહિલાને 8500ની સહાય આપીશું. સરકારી નોકરીમાં મહિલા માટે 50 ટકા અનામત આપીશું. પ્રિયંકાએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે જનતાના અધિકાર ઓછા કર્યા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર