શનિવાર, મે 18, 2024

ઈ-પેપર

શનિવાર, મે 18, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeલાઇફસ્ટાઇલતમારી આદતો ક્યાંક તમારા રોમેન્ટિક સંબંધો બગાડી ન દે, રાખો આ ધ્યાન

તમારી આદતો ક્યાંક તમારા રોમેન્ટિક સંબંધો બગાડી ન દે, રાખો આ ધ્યાન

નવી દિલ્હી : સંબંધો જાળવી રાખવા કે પછી તેને હંમેશા ખીલેલા રાખવા તે આપણે વિચારીએ છીએ તેટલું સરળ નથી હોતું. સંબંધોને હંમેશા તાજા રાખવા આપણે તેની પર કામ કરતા રહેવું પડે છે અને સતત મહેનત કરતી રહેવી પડે છે, કેમકે દરેક સંબંધ થોડા સમય બાદ પરિવર્તનની માંગણી કરે છે. આપણી આદતો આપણા સંબંધોને બગાડે છે અને આપણને તેનો ખ્યાલ પણ નથી હોતો. તમારી ખરાબ ટેવોને ઓળખો અને તેનો સામનો કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તમારા સંબંધોને સુધારવામાં મદદ મળશે. તમારા સંબંધો જો બોરિંગ બની રહ્યા હોય તો તે તમારી જ ભૂલનું પરિણામ હોઈ શકે છે.

તમારા માટે પણ સમય કાઢો

સંબંધોને સુધારવા માટે સમય આપવો જરૂરી છે, પરંતુ એ જરૂરી નથી કે તમે તમારો બધો જ સમય તમારા પાર્ટનરને જ આપો, તમારા માટે થોડો સમય ફ્રી પણ રાખો. એકબીજાને સમય આપવાથી સંબંધ સુધરે છે અને કપલમાં સુરક્ષાની લાગણી પેદા થાય છે. તમારો જીવનસાથી એક સામાન્ય વ્યક્તિ છે, તે કોઈ ભગવાન નથી, તેથી તે તમારા દિલ અને દિમાગને વાંચી જ લેશે તેવી અપેક્ષા વધારે પડતી છે. જો તમારે કંઈક જોઈએ છે, તો તમે કંઈક ઈચ્છો છો તો પાર્ટનરને કહો. કંઈપણ કહ્યા વિના તે સમજી જાય તેવી અપેક્ષા રાખશો તો તમે નિરાશ થશો.કોઈ પણ ભોગે જીતની માનસિકતા તમારા સંબંધો પર અસર કરી શકે છે. તેના બદલે સંબંધોમાં સમસ્યાઓ ઉકેલવા અને એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન આપો. જીવનસાથી સાથેના સંબંધો હાર-જીતના હોતા નથી. દરેક સંબંધ અલગ હોય છે. તમારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરો, અન્ય લોકો પર નહીં. આ વસ્તુ તમને એ જાણવા અને સમજવામાં મદદ કરશે કે તમારા રિલેશનમાં ક્યાં સુધારાની જરૂર છે. તે તમને એકબીજાની પ્રશંસા કરવાનું પણ શીખવશે. આ બધી બાબતોના કારણે તમે એકબીજા સાથે વધારે જોડાણ અનુભવશો.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર