સોમવાર, જૂન 29, 2026

ઈ-પેપર

સોમવાર, જૂન 29, 2026
Download App
google-play

ઈ-પેપર

Homeઆંતરરાષ્ટ્રીયBreaking News : અમેરિકા-ઈરાન વચ્ચે હુમલા રોકવા પર સમંતિ, કતારમાં હોર્મુઝ પર...

Breaking News : અમેરિકા-ઈરાન વચ્ચે હુમલા રોકવા પર સમંતિ, કતારમાં હોર્મુઝ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે

ઈરાને કહ્યું કે અમે અમેરિકાની દલીલો સાથે સહમત નથી, જે કહે છે કે આ કરાર ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ આપતો નથી અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના હોવી જોઈએ.

અમેરિકા અને ઈરાન દોહામાં પોતાના મતભેદો ભુલવા અને હોર્મુઝ સ્ટ્રેટ વિવાદને ઉકેલવા માટે સંમત થયા છે. એક્સિયોસના રિપોર્ટ અનુસાર એક સીનિયર અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, બંન્ને દેશ મંગળવારના રોજ દોહામાં મળશે. તેમજ હોર્મુઝ સ્ટ્રેટને લઈ ચાલી રહેલા વિવાદ ઉકેલવા પર વાતચીત કરશે. એક સીનિયર અમેરિકી અધિકારીએ જણાવ્યું કે, અમે બધા પ્રકારના સૈન્ય કાર્યવાહી રોકવાનો પ્રયત્ન કર્યો છે.

યુદ્ધવિરામ જોખમમાં11 દિવસ પહેલા થયેલા અહી નાજુક સંધર્ષ -વિરામ હવે ખતરામાં છે. કારણ કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે, જો ઈરાને વાત ન માની તો યુદ્ધ ફરીથી શરુ કરી દેશું. કામ પૂર્ણ કરી દેશું. આ વચ્ચે મીડિયા રિપોર્ટ મુજબ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાધચીએ રવિવારે કહ્યું કે, શરુઆત શાંતિ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રાફિકને મેનેજ કરવાનો સંપૂર્ણ અધિકાર ઈરાનની પાસે છે.

તેમણે કહ્યું કે, તે અમેરિકાના એ તર્કોથી સમંત નથી. જેમાં કહેવામાં આવ્યું કે, કરારથી ઈરાનને નિયંત્રણ મળી શકતું નથી. તેમજ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં જહાજોની અવરજવર કોઈ પણ અડચણ વગર થવી જોઈએ.

જહાજો પર હુમલાથી વધ્યો વિવાદ

તેહરાનનો આ દાવો અમેરિકા સાથે છેલ્લા કેટલાક દિવસથી ચાલેલા જવાબી હુમલા બાદ સામે આવ્યો છે. આ હુમલાની શરુઆત ત્યારે થઈ હતી. જ્યારે ઈરાને ઓમનાના તટીય વિસ્તાર પાસે જલડમરુમધ્યને પાર કરવાનો પ્રયત્ન કરી રહેલા એક જહાજ પર હુમલો કર્યો હતો. તેહરાન ઈચ્છે કે, જહાજ તેના તટની સાથે એક અલગ રસ્તાનો ઉપયોગ કરે. તેમણે જહાજોને બીજા રસ્તાનો ઉપયોગ ન કરવાની પણ ચેતવણી આપી હતી.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જવાબદારી

વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર જુનની શરુઆતમાં ટ્રમ્પ દ્વારા સાઈન કરેલા કરારમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જવાબદારી ઈરાનને સોંપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું કે, ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન કમર્શિયલ જહાજોની સુરક્ષિત અવરજવર માટે પોતાના સંપુર્ણ પ્રયત્ન કરશે. તેમજ ઈરાન ક્ષેત્રના અન્ય દેશોની સાથે વાતચીત કરી હોર્મુઝના પ્રશાસન અને સમુદ્રી સેવાઓના ભવિષ્ય માટે નિયમ નક્કી કરશે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર