મઘ્યપ્રદેશથી ખેતમજૂરી કરવા આવેલા શ્રમિક પરિવારમાં એક સાથે બે પુત્રીના મોત થતા પરિવાર ઉપર આભ તુટી પડયું
(આઝાદ સંદેશ),રાજકોટ: ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ગામે આવેલા તળાવમાં રમતા રમતા ખેત મજૂરી કરતા પરપ્રાંતીય ખેત મજૂરની એક સાથે બે બાળકીઓ પાણીમાં ડુબી જતા મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. એક સાથે બંન્ને સગી બહેનો પાણીમાં ડુબી ગઇ હતી. તળાવમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે બંન્ને બાળકીઓને મૃત જાહેર કરાઇ હતી. આ બનાવ અંગે ભાયાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મુળ મઘ્યપ્રદેશના વતની અને હાલ અહીં ઉપલેટા તાલુકાના વચલા કલારીયા ખેત મજૂરી કરવા માટે આવેલ પરપ્રાંતિય મજૂર માતા-પિતાની બાળકીઓ રમતા રમતા તળાવમાં પડી ગઇ હતી. આ બાળકીઓ તળાવમાં પડી ગઇ હોવાની જાણ થતા બંન્ને બાળકીઓને બહાર કાઢીને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં હાજર તરીબોએ બંન્ને બાળકીને મૃત જાહેર કરી હતી. આ ઘટનામાં શિવાની ઇતારામ સોલંકી (ઉ.4) અને સુમન ઇતારામ સોલંકી (ઉ.2) બંન્ને બહેનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી હોવાથી ઉપલેટા સિવિલ હોસ્પિટલના હાજર મેડીલ ઓફીસર ડો.એમ.એ.વાળા દ્વારા ઘટના અંગે ભાયાવદર પોલીસને જાણ કરતા પીઆઇ ડી.બી.મજીઠીયા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઘટના અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.