રવિવાર, સપ્ટેમ્બર 8, 2024

ઈ-પેપર

રવિવાર, સપ્ટેમ્બર 8, 2024
Download App
google-play

ઈ-પેપર

Homeરાજકોટબંગડી બજારના ખૂણે આવેલા પરિમલ હેન્ડી ક્રાફટના ગેરકાયદે બનેલા ડોમમાં આગ લાગતા...

બંગડી બજારના ખૂણે આવેલા પરિમલ હેન્ડી ક્રાફટના ગેરકાયદે બનેલા ડોમમાં આગ લાગતા અફરાતફરી મચી

ભીડભાડવાળા ધર્મેન્દ્ર રોડ પાસેના વિસ્તારમાં સવારે 11 વાગ્યા આસપાસનો બનાવ : સાંકળી શેરીઓના લીધે ફાયરવિભાગની ટીમને પહોંચવામાં મુશ્કેલ પડી : લાખોના નુકશાન વચ્ચે કોઈ જાનહાનિ ન થતા રાહત

(આઝાદ સંદેશ), રાજકોટ : રાજકોટ શહેરમાં ગેરકાયદે ડોમમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. શહેરનાં ભરચક્ક એવા ધર્મેન્દ્ર રોડ પાસેના બંગડી બજારના ખૂંણે આવેલ ત્રણ માળિયા બિલ્ડિંગમાં બંધાયેલા ડોમમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઇ છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કાફલો દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવતા કોઇ જાનહાની થઇ ન હતી.
મળતી માહિતી મુજબ ફાયર વિભાગની ટીમને આજે સવારે અગિયારેક વાગ્યાના અરસાએ ઇમરજન્સી કોલ મળતાં સ્ટાફ ધર્મેન્દ્ર રોડ ઉપર આવેલ બંગડી બજારના ખૂંણે પહોંચ્યો હતો જ્યાં ત્રણ માળની બિલ્ડિંગના ઉપરના ભાગે બાંધેલા ગેરકાયદે ડોમમાંથી ધૂમાડા નીકળતાં હોય સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવી ગણતરીની જ મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આ અંગે જાણવા મળ્યા અનુસાર બંગડી બજારના ખૂંણે આવેલ પરિમલ હેન્ડી ક્રાફટના ઉપરના માળે સિમેન્ટ અને પતરાનો ડોમ બાંધવામાં આવ્યો છે. આ ડોમમાંથી અગિયારેક વાગ્યાના અરસાએ આગ લાગતાં દુકાનમાં રહેલા માણસોએ આગ બુઝાવવાની કોશિષ કરી હતી પરંતુ તેમનાથી આગ કાબુમાં ન આવતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પરિણામે ગણતરીની જ મિનિટોમાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયુ હતું જો કે, ભીડભાડવાળા ધર્મેન્દ્ર રોડ ઉપર સાંકળી શેરીમાંથી બંગડી બજારના ખૂંણે પહોંચવામાં ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ ઘટનામાં જાણવા મળ્યા અનુસાર જે ડોમમાં આગ લાગી હતી તે ગેરકાયદે હોવાનું સામે આવ્યું છે. તેની અંદર પુષ્કળ પ્રમાણમાં હેન્ડી ક્રાફટનો માલ જેમાં પ્લાસ્ટિક અને પુઠ્ઠા હોય તે પડેલો હોવાના કારણે આગ ગણતરીની સેક્ધડોમાં જ પ્રસરી ગઇ હતી. સ્થાનિક લોકોએ આગ બુઝાવવાની કોશિષ કરી હતી પરંતુ તેમનાથી આગ ન ઓલવાતાં ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અગાઉ પણ આ પ્રકારે નજીકના જ વિસ્તારમાં ગેરકાયદે ડોમમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત આવીજ ઘટના પ્રકાશમાં આવતા મહાપાલિકાની કામગીરી ઉપર સવાલ ઉભા થયા છે.

સંબંધિત સમાચાર

તાજા સમાચાર